૫૦ એ મારા માટે ફક્ત એક આકડો છે – સચિન!


સચિને સેન્ચુરિયન પર ઐતિહાસિક પચાસમી સદી ફટકારી અને પછી કોઈ હરખ પદુડો ચેનલવાળો કેમેરા અને માઈક લઈને ‘આપકો કૈસા લગતા હૈ’ પૂછવા પહોચી ગયો! પણ સચિન જેનું નામ, કાયમની જેમ ભોય ભેગો સોરી ડાઉન ટુ અર્થ જ રહ્યો! ૫૦ એ મારા માટે ફક્ત એક આકડો છે – આ સચિન જ કહી શકે. પણ અમને ચિંતા એ વાતની છે કે જો બીજા સચીનનો વાદ લેવા માંડશે તો?

ઉદાહરણ તરીકે હમણા જ શરદ પવાર નામનાં બાવાએ બાર વર્ષે ફરી એની એ CD વગાડી છે! (હા, CD! રેકોર્ડ/ ટેપના જમાના ગયા, CDને પણ ૧૨ વર્ષ ઉપર થયા બોસ) આ વખતે શરદગીરી દાળવડાના ભાવે મળતી ડુંગળી વિષે બોલ્યા છે. એમણે તો કહી નાખ્યું કે ‘બે મહિના સુધી ડુંગળીના ભાવ નહિ ઘટે’! પણ આવું બોલતી વખતે એ આપણો  વિચાર કેમ નહિ કરતા હોય? કદાચ રૂપિયા ૮૦ પ્રતિ કિલોનો ભાવ એમના માટે માત્ર એક આકડો જ હશે!

હવે જો કોમન વેલ્થ કિંગ કલમાડી એમ કહે કે રૂ ૬૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ એ મારા માટે માત્ર એક આકડો છે તો! પત્યું? આપણે તો નાહી જ નાખવાનું ને!

આવો જ જવાબ  ૮૬ વર્ષ ની ઉમરે ‘ચાર્જ શીટ’ નામની વધુ એક ફ્લોપ ફિલ્મ ખેંચી કાઢનારા દેવ આનંદ પાસે થી મળે કે ૮૬ એ મારેં માટે એક આકડો જ છે.

લાલુજી ને ૯ બાળકો છે. હવે એમના માટે ૯ માત્ર એક આકડો હોઈ શકે પણ જો ભારતની જનતા જો એમનો વાદ લે તો! બાય ધ વે એક આડ વાત. અમે ગૂગલ પર લાલુજીનાં બાળકોના નામ માટે સર્ચ કર્યું તો અમને જવાબ મળ્યો No results found for ‘Names of Laloo’s Children’!!! લો બોલો, લાલૂજી ની આટલી બધી ‘મહેનત’માં ગૂગલને કોઈ ‘Result’ જ દેખાતું નથી! અહી રાબડીજીની કેવી પરીક્ષા થઈ હશે એ કદાચ ગૂગલની ખ્યાલ બહાર ગયું લાગે છે!

હવે જો જો ગૂગલ ને લાલુજી નાં બાળકોના નામના ખબર ન હોય તો લાલૂજી ને પોતાને ખબર હોવાની શક્યતા કેટલી? ના ના આતો વાત થાય છે. કદાચ ગૂગલને પૂછો તો એ કહી દે કે ગમે તેની જાન માં જાનૈયા થઇ જતા તમારા મીડિયા માટે લાલૂ ખાસ હશે પણ અમારા માટે એ બસ એક ‘નામ’ છે!

કા કહત હો બબુઆ…..

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in હાસ્ય લેખ. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s