તારી આભે ચઢેલી ઢાલમાં લબડતી ફૂદ્દી મારી હતી….


ભટકાવ્યું માથું ભિંત સમજી એ ભિંત નહીં પણ બારી હતી,
પછી તો હાથના હલેસા અને ભીની હવાની સવારી હતી.

દીવાદાંડીની જેમ ફરતી નજર એ નાજુક અદા તારી હતી,
તારી આંખના ઇશારે ચકરાવે ચડી એ પથારી મારી હતી.

તારી આભે ચઢેલી ઢાલમાં લબડતી ફૂદ્દી મારી હતી,
બદામ સમજીને અમે ખાતા રહ્યા એ સીંગ ખારી હતી!

બંધ લિફાફામાં મોકલી હતી એ ખુશ્બૂ ભરી ગઝલ મારી હતી,
ટપાલની રસિદ સમ દાદમાં મળેલી નવી ચંપલ તારી હતી.

‘બધિરે’ તો ખુદાથી બસ શોખ નજર જ માગી હતી,
સુહાગરાતે ઉઠાવ્યો ઘુંઘટ તો બેય આંખ ફાંગી હતી.

‘બધિર’ અમદાવાદી

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in હાસ્ય કવિતા. Bookmark the permalink.

2 Responses to તારી આભે ચઢેલી ઢાલમાં લબડતી ફૂદ્દી મારી હતી….

  1. Bhumi કહે છે:

    Superb

    Liked by 1 person

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s