નેનો બડી કે ભેંસ?


એવાં સમાચાર છે કે નેનો કાર (૧.૪ લાખ) કરતાં કચ્છની બન્ની ભેસ (૨.૫ લાખ) મોંઘી છે ! અને રાજકીય પક્ષો દ્વારા દોરવાયેલા કેટલાક લોકો એવું પણ કહે છે કે નેનો કરતાં ભેંસ લેવી સારી પડે!

એમની માન્યતા એમને મુબારક. ખોટા પ્રચારથી ભરમાશો નહિ. ભેંસની સામે નેનોના જે ફાયદા અમને દેખાયા છે એની પર જરા નજર નાખશો એટલે દૂધનું દૂધ અને પેટ્રોલનું પેટ્રોલ થઇ જશે …

અમારી Friday, April 8, 2011 ની ફેસબુક પરની નોટ ગુજરાત સમાચારની ‘વાત વાત’માં ચમકી!!! થેન્ક્યુ સો મચ ‘મન્નુ ભાઈ’ 🙂 ફેસબુક પર ઓરીજીનલ નોટ વાંચવા માટે ઈમેજ પર ક્લિક કરો.

 

 1. નેનો ને સ્ટાર્ટ કરવા માટે કલ્લાક સુધી ડચકારા બોલાવવા પડતા નથી!
 2. ભેંસમાં વાઈપર પાછળ હોય છે. એ ડીઝાઈન ની ખામી કહેવાય.
 3. નેનોની લાઈટમાં બેસી ને ભાગવત વાંચી શકાય છે!
 4. પાછા આવીએ ત્યારે નેનો જ્યાં પાર્ક કરી હોય ત્યાં જ ઉભી હોય છે! ક્યાય ચરવા જતી રહેતી નથી!
 5. ભેસમાં સાઈડ સિગ્નલ હોતું નથી આથી પાછળવાળા ને તકલીફ થાય છે.
 6. નેનોને ધોવા માટે મોટો હોજ બનાવવો પડતો નથી, ફક્ત ભીના કપડાથી ચાલી જાય છે.
 7. નેનો પાણી ભરેલા ખાબોચિયામાં બેસી જતી નથી અને પાણીમાં જાય તો તરત બહાર નીકળી જાય છે.
 8. ભેંસમાં સોલીડ વેસ્ટ અને પી.યું.સી.ના પ્રોબ્લેમ છે.
 9. નેનો ટ્રાંસ્ફર કરવા માટે આર.સી. બુક ફરજીયાત છે. જ્યારે ભેંસ ‘જિસ કી લાઠી ઉસકી ભેંસ’ નિયમ મુજબ ટ્રાન્સફર થાય છે!
 10. ભેંસ આર.સી. બુક ખાઈ જાય એવું પણ બને!
 11. નેનોમાં પેટ્રોલ પુરાવવામાં ભેસની જેમ કલાક થતો નથી.
 12. જાડી સ્ત્રીને નેનો કહીએ તો ખુશ થાય, ભેંસ કહીએ તો થાય?
 13. નેનો ૮૦ની સ્પીડે ભાગી શકે છે, ભેંસ ભગાડી બતાવો!
 14. નેનો ગમે તેટલી જૂની થાય એની પર બગાઈઓ થતી નથી.
 15. મોદીજી ભેંસ માટે જમીન આપતા નથી!

આ સિવાય અમારા જેવા કોઈ નેનો પ્રેમીને બીજા ફાયદા જડતા હોય તો કહો….

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in હાસ્ય લેખ. Bookmark the permalink.

2 Responses to નેનો બડી કે ભેંસ?

 1. હિમતો કણબી કહે છે:

  [૧]ભેંસ એક જ કલરમા ઉપલબ્ધ છે,[૨]લાલુ એ કદી દાવો નથી કર્યો કે નેનો નો ચારો’પેટ્ર્લ’ પી ગયા[૩]વિદેશી સહેલાણીઓ નેનોના પોદળા દિવાલ પર ના જોઈ શકે[૪]નેનો કદી પણ, કવિની જેમ પાડાની ઉર્મિ પાછ્ળ,નથી ઘેલી બનતી[૫]નેનો ડુબશે તોય લોકો આરોપ ભેંસ પર જ નાંખશે ’ ગઈ ભેંસ પાણીમા’

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s