ફેસબુકની જીવસૃષ્ટિ ભાગ-૧


ભારત અને ચીનને બાદ કરો તો બાકીના કોઇપણ દેશની વસતિ કરતા ફેસબુકના વપરાશકારોની સંખ્યા વધુ છે. મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ છે કે નહિ એ બાબતે વૈજ્ઞાનિકો ભલે ખોંખારીને કંઈ કહી ન શકતા હોય પણ ફેસબુક પર પૃથ્વી જેવી જ વિશિષ્ટ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે એવું અમે છીંક ખાઈને કહી શકીએ એમ છીએ. તલસ્પર્શી અભ્યાસને અંતે   વર્ગીકૃત કરેલી જીવસૃષ્ટિના કેટલાક Specimen એટલે કે નમુના આપની જાણ માટે અહીં રજુ કરીએ છીએ…

A Facebook

દિવ્ય ભાસ્કર ડોટ કોમ માટે લખાયેલા આ લેખનો પહેલો ભાગ ઓન લાઈન વાંચવા માટે ફોટો પર ક્લિક કરો…

ભેંશ: ભેંશ જેમ પોદળો કર્યા પછી એનું શું થયું એ જોવા પછી આવતી નથી એમજ ફેસબુક પરના ભેંશ પ્રકૃતિના જાતકો કોઈના સ્ટેટસ મેસેજ પર એક વાર કોમેન્ટ કર્યા પછી એનું શું થયું એ જોવાની પરવા કરતા નથી! મોટે ભાગે તો પોદળો ક્યાં કર્યો એની પણ એમને જાણ હોતી નથી! એમના પ્રોફાઈલ પણ પાણીમાં પડેલી ભેંશ જેવા સુસ્ત ભાસતા હોય છે!
A-Buffeloગાય: ફેસબુકના અમુક યુઝર્સ શાક માર્કેટની ગાય જેવા હોય છે. જેમ ગાય ગમેતે ટોપલામાં મોઢું ઘાલતી હોય છે બરોબર એમ જ ફેસબુકની ગાયો કોઈના પણ સ્ટેટસ અપડેટ, ફોટા, નોટ, બ્લોગની લીંક અને કવિતા પર કોમેન્ટ કરવાનું ચુકતી નથી પછી એ વ્યક્તિ એના માટે જાણીતી હોય કે અજાણી! પોતાની પોસ્ટની સફળતાને Likes અને Commentsની સંખ્યાથી માપતા લોકોને આવી ગાયો ખુશ થવાનું કારણ પૂરું પાડતી હોય છે.
A-Cow
બળદીયા: એમને ક્યાં શું લખાય એનું ભાન નથી હોતું એટલે સ્ટેટસ મેસેજ સમજ્યા વગર કોમેન્ટમાં જે મનમાં આવે એ ભરડી મારતા હોય છે. વિવાહના સમયે વરસીની વાતો કે કોંગ્રેસની સભામાં મોદીની વાતો કરવી એમની પ્રકૃતિ હોય છે. પછી લોકોના ટપલા પડે એટલે એ લોકો ઉચાળા ભરી જતા હોય છે.
A Bullock
બંદર એટલે કે વાંદરા: નામ પ્રમાણે જ એક નંબરના અટકચાળા હોય છે! કોઈના પ્રોફાઈલ પર જઈને સળી  કરી આવવાથી લઇને પોતાના સ્ટેટસ મેસેજમાં અવળી આવળી સલાહો આપીને લોકોના ઘરમાં ઝઘડા કરાવવા એમનો મુખ્ય ધંધો હોય છે. કોઈ એક વિષય પર સ્થિર થવું એમની પ્રકૃતિમાં જ નથી હોતું!
Badhir Amdavadiબકરીઓ: ‘ઉંટ મુકે આકડો અને બકરી મુકે કાંકરો’. આ કહેવત ફેસબુકની બકરીઓને સીધી જ લાગુ પડે છે! આવી બકરીઓ ફિલ્મ, રાજકારણ અને રસોઈથી માંડીને કવિતા, વિજ્ઞાન અને ઇતિહાસ જેવા કોઈ પણ વિષય પરની ચર્ચામાં ઉલટભેર ભાગ લેતી હોય છે. પણ એમને એક તો એક્સપ્રેસનનો પ્રોબ્લેમ હોય છે અને ઉપરથી ગુજરાતીમાં ટાઈપ કરતા આવડતું હોતું નથી એટલે ‘ગુજlish’ માં ફક્ત એમને જ સમજ પડે એવું લાંબુ લાંબુ ટાઈપ કરતા હોય છે જે કોઈ વાંચતું નથી. છતાં લખાણની લંબાઈને માન આપીને લોકો એમની કોમેન્ટને ‘Like’ કરી દેતા હોય છે!
A Goat
ઉંટ: દરેક પ્રખ્યાત અને લોકપ્રિય વ્યક્તિઓની ‘પોલ’ એમને ખબર હોય છે અને દુનિયાને એ જણાવવા માટે એ લોકો હંમેશા તત્પર હોય છે. પણ પોતાના અઢાર દુની છત્રીસ વાંકા છે એની એમને જાણ હોતી નથી! ફેસબુક ઉપર દલપતરામની કવિતાવાળા શિયાળ જેવા કેટલાક ફેસબુક યુઝર્સ પણ હોય છે જે લાગ બેસે ત્યારે આવા લોકોને કોમેન્ટમાં આંતરીને એમની હાવા કાઢી નાખતા હોય છે. પછી ઉંટ લોકો એ બધાને અન-ફ્રેન્ડ/ બ્લોક કરી દેતા હોય છે. આગળ ઉપર આવા લોકોને પોતાના ઘરનાને પણ અન-ફ્રેન્ડ/ બ્લોક કરવાનો વારો આવતો હોય છે!
A Camelશ્વાન: કોઈ કુદરતી આવેગની અસર નીચે એમનાથી કોઇપણ સ્ટેટસ નીચેનું ‘Like’ બટન ક્લિક થઇ જતું હોય છે! એ લોકો સ્ટેટસ વાંચતા નહિ પણ સુંઘતા જ હશે એવું અમને તો લાગે છે. આવા લોકો બોર્ડ પર કે ચોપડીમાં કોઈ સુવાક્ય લખેલું હોય તો એની નીચે પણ ‘Like’નું બટન શોધતા હોય છે.
A Dogકોયલ: કોયલ જેમ પોતાના ઈંડા સેવવા માટે કાગડાના માળામાં મૂકી આવતી હોય છે એમ જ ફેસબુકની કોયલો પોતાની ગેબી વિષયો પરની નોટસ્, ઉઠાંતરી કરેલા ફોટો કે બ્લોગ દ્વારા ઉપાડેલી ઝૂંબેશની લિન્ક્સ બીજાના પ્રોફાઈલ પર મુકી આવતી હોય છે. પછી પ્રોફાઈલ માલિકના ફ્રેન્ડઝ રૂપી કાગડા આ ઈંડાને યથા શક્તિ સેવતા હોય છે. જો કે ખુબજ સિન્સિયર રીતે લખતા અને પોતાના લખાણની લીંક મિત્રોને રીવ્યુ/ એપ્રીસીયેશન માટે મોકલતા/ પ્રસિદ્ધ કરતા લોકોને આમાં અપવાદ ગણવા.
A Cuckooકૂકડાઓ: કૂકડાને કીડો મળે અને એ જેમ ‘કૂકડે…..કૂ’ કરી મુકે એમ ફેસબુકના કૂકડાઓ એમને બ્રેકિંગ ન્યુઝ મળે કે કંઈ પણ નવું જડે કે તરત જ પોતાના પ્રોફાઈલ પર ‘કૂકડે…..કૂ’ કરી મૂકતા હોય છે! આવા કૂકડાઓ  હજુ કલાક પહેલાંજ રીલીઝ થયેલા મ્યુઝીકના ટીઝર્સ સાંભળીને એના ગીતના બે-ચાર શબ્દો સ્ટેટસ અપડેટમાં મૂકીને આપણને ગોટે ચડાવી દેતા હોય છે! બ્રેકિંગ મ્યુઝીકમાંથી એમણે recommand કરેલા ગીતોને બ્રે-ત્રણ મહિના પછી ભોજીયો ભ’ઈએ સુંઘતો નથી. એટલે કે સાંભળતો નથી હોતો. પણ એ લોકો બધા કરતા પહેલાં કંઈ વિશેષ કામ કર્યાનો આનંદ ઉઠાવતા હોય છે.
A Roosterચકલીઓ: ‘ચકલી નાની અને ફૈડકો મોટો’ – આ કહેવતને અનુસરતા લોકો પ્રોફાઈલ પર ચકલીની સાઈઝના સ્ટેટસ મેસેજીઝ મૂકતા હોય છે પણ એના બહુ ગૂઢ અર્થ નીકળતા હોય છે. એને ‘Like’ કરનારા પાંચ સાત વિરલા જ હોય છે અને એમના સ્ટેટસ મેસેજ પર કોમેન્ટ કરનારને તો લોકો માનની નજરે જોતાં હોય છે (મતલબ કે આની વાતમાં આ બાબ્ભ’ઈ કે રમણ ભ’ઈને ટપ્પી પડી લાગે છે)! બીજાના સ્ટેટસ મેસેજીઝ પર એ લોકોની કોમેન્ટ્સ પણ ચકલીના ચરક જેટલી એટલે કે :), 😛 કે 😀 અને બહુ ખુશ હોય તો Lolz કે ROFL જ હોય છે અને એ પણ ઉપકારના ધોરણે!
A Sparrowમંકોડા: પથ્થર ઉંચો કરો અને નીચેથી મંકોડાનો રાફડો નીકળે બરોબર એમજ મંકોડા પ્રકૃતિના ફેસબુકરોના અડ્ડા ફિક્સ હોય છે. સામાન્ય રીતે ગોળ હોય ત્યાં મંકોડા હોય એ ન્યાયે મંકોડા પ્રકૃતિના લોકોને શોધવા માટે ફેસબુક પર કોઈએ અપલોડ કરેલા પૂનમ પાંડે કે સની લીઓનના ફોટા નીચેની કોમેન્ટ્સ કે Like કરનારાની યાદી જોઈ લેવી! તમારા પરિચિત મંકોડાને જોઈને તમને આંચકો ન લાગે એનું ધ્યાન રાખવું!
A Ants
મધમાખીઓ: મધમાખી જેમ મધ એકઠું કરે એમ જ આ પ્રકારના જાતકો લોકોના ફેસબુક પ્રોફાઇલો ફેંદી અને અવનવા ફોટા, કવિતાઓ અને લેખથી માંડીને નેટ સર્ફિંગ કરીને ડાઉનલોડ કરેલી એક્સ્લુઝીવ વાંચન સામગ્રી, મુવીઝના પ્રોમોઝ અને મ્યુઝીક વિડીયોઝ પોતાના પ્રોફાઈલ પર શેર કરતા હોય છે.
A Beeરીંછ: રીંછને મધ બહુ ભાવતું હોય છે. ‘ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ’ કહેવત અનુસાર રીંછ પ્રકૃતિના ફેસબુકીઓ મધમાખીઓએ એકઠા કરેલા મધ પર નભતા હોય છે! એમના પ્રોફાઈલ પરનો લગભગ બધો જ માલ તસ્કરીનો પરિપાક હોય છે! મીઠા મધુરા મધનો જશ પણ એ લોકો જ ખાટી જતા હોય છે એ કહેવાની જરૂર ખરી?
A Bearમાછલીઓ (સમંદરની): મો…..ટ્ટી, બહુ જ મો…..ટ્ટી હસ્તીઓના ફેસબુક પ્રોફાઇલ્સ આ કેટેગરીમાં આવે! ફેસબુકની મર્યાદાને કારણે એ લોકો આપણી ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારી શકતા નથી હોતા અને એનો એમને અફસોસ પણ હોય છે જે એ લોકો પોતાની Intro માં વ્યક્ત કરતા હોય છે. આપણે ફક્ત એમની લીલા જોવાની.
A Whaleમાછલીઓ (એક્વેરિયમની): એમનું એક ટોળું હોય છે અને માછલીના જેવી ચપળતાથી તેઓ એક-બીજાના પ્રોફાઈલ પર જઇ ને કોમેન્ટસની આપલે કરતી હોય છે! કોમેન્ટસમાં એ લોકો મોટે ભાગે ‘Wow!’, ‘nice’, ‘touchey’, ‘Made for each other’, ‘Happy family’, ‘Super like’, ‘Thank you Di’ કે એવું કંઈ જ લખતા હોય છે. પણ એમના પ્રોફાઈલ રંગ બેરંગી માછલીઓથી શોભતા એક્વેરિયમ જેવા દર્શનીય હોય છે!
A Acquarium          આવા અને આથી પણ મોટા અને ભયંકર જીવો અમે ફેસબુક પર જોયા છે પણ એમના વિષે હવે પછીના ભાગમાં વાત કરીશું.

बधिर खड़ा बाज़ार में
વાત-વિમુક્તાસન કરતી વખતે પગ નિર્જન વિસ્તાર તરફ રાખવા …
2764


Images Courtesy: Their respective website owners.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in बधिर खड़ा बाज़ार में ... and tagged , , , , , , . Bookmark the permalink.

6 Responses to ફેસબુકની જીવસૃષ્ટિ ભાગ-૧

  1. Ketan કહે છે:

    Superb. Loved the article.

    Like

  2. ankit કહે છે:

    ha ha ha ….hju lion, tiger etc baki chhe ……..:D

    Like

  3. Envy કહે છે:

    હહાહાહા….જોરદાર. તમારા ઘણા લેખ મોજે મોજ કરાવે એવા છે પણ આ એ બધામાં ટોપ પર આવે.

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s