ફેસબુકની જીવસૃષ્ટિ, ભાગ – ૨


ફેસબુકની જીવસૃષ્ટિનો પરિચય આપતો અમારો અગાઉતો લેખ વાંચીને ઘણા વાચકોના ઈમેઈલ અને ફેસબુક પર મેસેજ આવ્યા કે તમે ફક્ત ઘરઘથ્થુ કે પાળી શકાય એવા પ્રાણીઓનો જ ઉલ્લેખ કર્યો, જ્યારે ફેસબુક પર તો સાપ, ગરોળી, મગર અને ડાયનોસોર જેવા કોલ્ડ બ્લડેડ સરીસૃપો (Raptiles) તથા વાઘ, સિંહ, વરુ અને દીપડા જેવા માંસાહારી જીવો (Carnivores) પણ અસ્તિત્વ ધરાવે છે તો એમના વિષે કેમ ન લખ્યું? તો અમારે આ બાબતે એટલુંજ કહેવાનું કે આમાંના અમુક સરીસૃપો અને માંસાહારી જીવો વિષેતો અમે અગાઉ લખ્યું જ હતું અને આ વખતે લેખના અંતમાં જણાવ્યા મુજબ થોડા વધુ જીવોની માહિતી આ લેખમાં આપી રહ્યા છીએ…

ફેસબુકની સર્પસૃષ્ટિ

તમને આશ્ચર્ય થશે કે ફેસબુક પર પચાસ-સો ફ્રેન્ડઝ ધરાવતા નાના સપોલીયાથી માંડીને ૫૦૦૦ ફ્રેન્ડ્સવાળા, હજારો સબસ્ક્રાઈબર્સ ધરાવતા, ભીષણ ફૂંફાડા મારતા સાપ, નાગ, અજગર અને એનાકોન્ડાઓ પણ અસ્તિત્વ ધરાવે છે!

A Snakeસાપ : અમુક બિન ઝેરી સાપ પોતાના પ્રોફાઈલ પર અતિ વિકરાળ ડિસ્પ્લે પિક્ચર મુકતા હોય છે પણ એમના પ્રોફાઈલ પર તમને ઝાકળ, પતંગિયા, ટહુકા અને મેઘધનુષને લાગતી કવિતાઓ વાંચવા મળે એવું બને!

આંધળી ચાકરણ (રેડ સેન્ડ બોઆ): એને બે મોઢા હોય છે. આંધળી ચાકરણ જેમ પંદર દિવસ એક દિશામાં અને બીજ પંદર દિવસ બીજી દિશામાં ચાલે (લોકવાયકા મુજબ) એમ અમુક પ્રોફાઈલધારીઓ આજે એક રાજકીય પક્ષના વખાણ કરતા દેખાશે તો કાલે એ જ પક્ષનું ખોદતા પણ દેખાશે. બિલકુલ ડબલ ઢોલકી.

નાગ : કેટલાક પ્રોફાઈલ પર કોમવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, બાવા-સાધુ-સંપ્રદાય, વિચારધારા, A Cobraરાજકીય પક્ષ કે કોઈ રાજકારણી વિરુદ્ધ સતત વિષ-વમન કરતા મહાભયંકર નાગ જોવા મળે છે! એમના સ્ટેટસ મેસેજમાં ડંખ મળશે અને કોમેન્ટોમાં ફૂંફાડા પણ સંભળાશે! એમનો નાશ કરવા માટે તમે ઠૂંઠીયા ઠાકુર બલદેવ સિંઘને પૂછો તો કહે કે ‘સાંપ કો હાથ સે નહીં પૈરો સે કૂચલા જાતા હૈ ગબ્બર’! પણ એમને છંછેડવા જેવા નહિ.

મણીધરી નાગ: અમુક લોકો ખજાના પર બેઠેલા મણીધરી નાગ જેવા હોય છે, એમની પાસે માહિતીનો ભંડાર હોય છે પણ તમારે એમને મસ્ત બિન વગાડીને વશ કરવા પડે. પણ ભલે ચુકે જો એમને છંછેડ્યા, તો એ તમારા મોઢે ફીણ લાવી દે! એમના લખાણને ચેલેન્જ કરવું એ નાગના દરમાં હાથ નાખવા બરોબર હોય છે! જોકે એમના ચાહકો એમને ‘રોયલ’ની કક્ષામાં મુકતા હોય છે!

A Pythonઅજગર : આ પ્રકારના લોકોની પ્રકૃતિ બધી રીતે ‘દુલ્હે રાજા’ ફિલ્મના અસરાની ઉર્ફે ‘ઇન્સ્પેક્ટર અજગર સિંઘ’ સાથે મળતી આવે છે. કદી મોળા ન પડે. મુ. શાહબુદ્દીન ભાઈ કહે છે એમ ‘દસ ને ત્રીસ, ફાધર ઓફ!’ ટાઈપના લોકો. કોઈ એમની ફિલ્મ ઉતારતું હોય તો એની પણ આ બેવકુફોને ખબર પડતી હોતી નથી.

એનાકોન્ડા: ફેસબુક પર એનાકોન્ડા હોય છે ખરા, પણ એ માટે અંધારિયા જંગલમાં જઈને એમને શોધવા પડે. પણ  ફેસબુક પર મોજ મસ્તી કરવાનું છોડી આવી પંચાતમાં પડવાનો કોઈની પાસે સમય હોતો નથી. છતાં કયારેક કોઈના પ્રોફાઈલ પર એનાકોન્ડાએ દેખા દીધાના સમાચાર મળતા રહે છે!

અન્ય સરીસૃપો (Raptiles)

A Monitorઘો: કોઈ એક વિષયને લઈને જ્યાં ત્યાં લોકોની પત્તર ઠોકતા ચીપકુ લોકો! આવા લોકોના પ્રોફાઈલ પર ફેવિકોલવાળાએ એમની ‘પકડે રહના, છોડના મત’ વાળી એડવર્ટાઈઝ મુકવી જોઈએ! તમારા પ્રોફાઈલ પર આ પ્રકારની ઘો ઘુસી ન જાય એનું ધ્યાન રાખવું! આવી ઘો મરવાની થાય ત્યારે અમુક ચોક્કસ વર્ગના લોકોના પ્રોફાઈલ પર કોમેન્ટ કરવા જતી હોય છે અને ત્યાર પછી એ ગાયબ થઇ જાય છે.

A Indian Lizardગરોળી : ફેસબુકમાં કોઈ પણ સ્ટેટસ મેસેજ કે લીંક મુકવાની જગ્યાને ‘વોલ’ કહે છે. આ વોલ પરની કોમેન્ટસમાં અંદરો અંદર ઝઘડતા લોકો તમને ભીંત પર ઝઘડતી ગરોળીઓની યાદ અપાવે છે.

કાચીંડા : જુદાજુદા નામ નીચે એક કરતા વધુ પ્રોફાઈલ ધરાવતા લોકો આ વર્ગમાં આવે છે. તમને ખબર જ ન પડે કે તમે જેની સાથે મોડી રાત સુધી પ્રેમાલાપ કરો છો એ ‘રાધા કાનાની’ એ તમારો ખુદનો ભાણિયો છે!

ડાયનોસોર : તમારા પ્રોફાઈલ પર મેલીશીયસ કોડ ધરાવતી એપ્લીકેશનની લીંક મોકલીને A Dinosaurતમારો પ્રોફાઈલ હેક કરી નાખનારા લોકો મહાભયંકર ટાયરેનોસોરસ ઉર્ફે ટી-રેક્ષની ફેસબુકી આવૃત્તિ છે! પણ સાથે સાથે દેખાવમાં મહાકાય પણ પ્રોફાઈલ પર ભજનો, સંતો-મહંતોના ફોટા, ઉપદેશ અને પ્રચલિત વ્યક્તિઓના ક્વોટ્સ પોસ્ટ કરનારા ગાય જેવા તૃણાહારી ડાયનોસોર પણ જોવા મળશે! બધિર

મગર : ‘પાણીમાં રહેવું હોય તો મગર સાથે વેર ન રખાય’ એ ન્યાયે તમારે ફેસબુક પર રહેવું હોય A Alligator,તો આવા મગરો સાથે તમારે સારાસારી રાખવી પડે. એમની સાથે સંબંધ બગાડશો તો એ તમારા પ્રોફાઈલ પર અશિષ્ટ અને અભદ્ર કોમેન્ટસ્ કરવાનું ચાલુ કરશે અને જો તમે એમને બ્લોક કરશો તો ‘ફેક પ્રોફાઈલ’ બનાવીને બીજા સ્વરૂપે દેખા દેશે! પણ જેમ મગરનું જોર પાણીમાં એમ જ આ મગરોનું જોર ફેસબુક પર જ હોય છે. પોલીસ ફરિયાદ પછી આવા મગરો ઢીલા પડી જતા હોય છે. બધિર

કાચબા : ફેસબુક શરુ થયું ત્યારથી પ્રોફાઈલ ધરાવતા લોકોનો સમૂહ. તમે ફેસબુક માટે નવા હોવ a-turtle.jpgતો આવા કાચબાની મૈત્રી તમને ફેસબુકના અનિષ્ટોથી બચાવશે. એક રીતે જોઈએ તો એ તમારા માટે કાચબા છાપ મચ્છર અગરબત્તી જેવા નીવડી શકે. એ લોકો વર્ષોથી ફેસબુક પર હોઈ થોડા કંટાળેલા હોય છે એટલે એમના પ્રોફાઈલ પરની પ્રવૃત્તિઓ ધીમી હોય છે. શક્ય છે કે એમના જન્મ દિવસે તમે વીશ પોસ્ટ કરવા જાવ ત્યારે લોકોએ ગયા વર્ષે પોસ્ટ કરેલી શુભેચ્છાઓ વાંચવા મળે! કાચબો જેમ પોતાના અંગો સંકેલી લે છે એમ ઘણીવાર ફાલતું કવિતાઓ, હથોડા જોક્સ જેવી કચરપટ્ટી અને ‘હેલો ડે’, ‘ડે અગેન્સ્ટ ચાઈલ્ડ લેબર’ના દિવસે શુભેચ્છાઓ કે ‘મધર્સ ડે’ કે ‘ફાધર્સ ડે’ન દિવસે ‘મા-બાપને ભૂલશો નહિ’ની વિડીયો લીંક પોસ્ટ કરી જતાં નવરા લોકોથી કંટાળીને પોતાની ‘વોલ’ આગંતુકો માટે ક્લોઝ કરી દેતા હોય છે!

આ તો થઇ ફેસબુક પરના સરીસૃપોની સૃષ્ટિ, બાકી ફેસબુક પરની જીવસૃષ્ટિની વિવિધતા એમેઝોનના જંગલોની જીવસૃષ્ટિ જેટલી જ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. હજુ સમય મળશે તો કોઈવાર ફેસબુકના કીટકો (Class Insecta) અને માંસાહરી જીવો (Carnivores)નો પણ પરિચય કરીશું.

बधिर खड़ा बाज़ार में…

પ્રેમ અને ખરજવાની ખુજલી બંનેના પરિણામોની માણસને પરવા હોતી નથી!
એક તરફ સારી ખુદાઇ, દૂસરી તરફ દાદ કી ખુજાઇ!
બસ, ખુજાતે રહો…

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in बधिर खड़ा बाज़ार में .... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s