સમસ્ત પરલોકવાસી આત્મા મહામંડળ (SPAM)ના કન્વીનર કાગડાનો પત્ર


          ગઈકાલે વહેલી સવારે આંગણામાં પડેલું છાપું લેવા માટે હું જેવો નીચો વળ્યો બરોબર એજ સમયે મારામાંથામાં ‘તડાક’ અવાજ સાથે કંઇક વાગ્યું. મેં ઉપર જોયું તો મારા માથા પર એક કાગડો ‘કા… કા… કા…’ અવાજ કરતો મંડરાઈ રહ્યો હતો. દેખીતી રીતે જ એ જરા ઉશ્કેરાયેલો લાગતો હતો. મેં માથામાં શું વાગ્યું એ જોવા નીચે જોયું તો મારા પગ આગળ કોમ્પ્યુટરમાં વપરાય છે એવી પેન ડ્રાઈવ પડી હતી. આજુબાજુ બીજું કંઈ નહોતું. મેં પાળી પર બેઠેલા કાગડા સામે જોયું તો એ પેન ડ્રાઈવ સામે જોઈને જોરજોરથી ‘કા… કા… કા…’ કરવા માંડ્યો. મને કંઈ ભેદી લાગ્યું એટલે ઝટપટ કોમ્પ્યુટર ચાલુ કરી અને પેન ડ્રાઈવ ભરાવી કે તરતજ મારા કોમ્પ્યુટર પર એક ફાઈલ ખુલી ગઈ જેમાં મને સંબોધીને ૪-૫ પાના ભરીને કંઈ લખવામાં આવ્યું હતું.

Shradhdha

આ લેખ divyabhaskar.com પર વાંચવા માટે ઉપરની ઈમેજ પર ક્લિક કરો…

          પત્ર સમસ્ત પરલોકવાસી આત્મા મહામંડળ (SPAM)ના કન્વીનર કાગડા તરફથી હતો અને પત્રમાં શ્રાદ્ધ પક્ષ દરમ્યાન એમને પડતી તકલીફોની યાદી હતી અને સાથે સાથે સુચનો પણ હતા. બધું તો સ્થળ સંકોચને કારણે લખી શકાય એમ નથી પણ મેઈન મેઈન મુદ્દાઓ આ પ્રમાણે છે.

‘કા….ગ……વાસ’ બોલવાની પદ્ધતિ:

          એ લોકોનું કહેવું છે કે વાસ નાખનારા એટલા કર્કશ અવાજથી ‘કા….ગ……વાસ!’ બોલતા હોય છે કે એમના ધાબે ઉતરવાનું મન જ ન થાય. અમુક તો કીટલી પર ટેણીયાને ચાનો ઓર્ડર આપતા હોય એમ બોલાવે છે. આ બાબતે એમનું નમ્ર સૂચન છે કે જેમ નવરાત્રી પહેલા રસ-ગરબાની પ્રેક્ટીસ કરવામાં આવે છે એ પ્રમાણે શ્રાદ્ધ પક્ષ પહેલા‘કા….ગ……વાસ!’ બોલવાની પ્રેક્ટીસ કરી લેવી જોઈએ. અથવા તો પછી સોનું નિગમ જેવા કોઈ સારા ગાયક પાસે સંગીતમય રીતે ગવડાવીને વાસ નાખતી વખતે વગાડવું જોઈએ. કાઠીયાવાડ તરફના અમુક આત્માઓની તો ફરમાઈશ તો ‘કેસેટ-કિંગ’ લોકગાયકો પાસે ‘કાગ-વાસ’ ગીતો સાંભળવાની પણ છે. તો માજી વર્ગ તરફથી વાસ સાથે ભજનો સંભળાવવાનો આગ્રહ છે. તો એ માટે ધાબામાં ઉત્તરાયણના ધોરણે વ્યવસ્થા ગોઠવવી.

સાયન્ટીફીક રસોઈ :

          રસોડું હવે પ્રયોગશાળા બની ગયું છે. નવી પેઢીની ઉત્સાહી છોકરીઓ વૈજ્ઞાનિક ધોરણે રસોઈ કરતી થઇ ગઈ છે. બાકી હતું તે ટી.વી. પર આવતા ‘રસોઈ શો’ એ દાટ વાળ્યો છે. ગુજરાતી સુગમ સંગીતમાં જેમ પ્રયોગશીલ કવિતાઓ પર મનસ્વી રીતે ફરતી રીક્ષા જેવા સ્વરાંકનો તૈયાર કરીને શ્રોતાઓને ઢાળી દેવામાં આવે છે બરોબર એમજ રસોઈના પ્રયોગોથી ઘરના લોકોને પાડી દેવાના કારસા થાય છે. અમુક જગ્યાએ આવી વાનગીઓ કૂતરાઓને ભગાડવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. કમનસીબે આવી રસોઈ બિન્ધાસ્તપણે કાગવાસ તરીકે નાખવામાં આવે છે જેનો SPAM (સમસ્ત પરલોકવાસી આત્મા મહામંડળ) તરફથી વિરોધ કરવામાં આવ્યો છે. સાથે સાથે રસોઈના આવા જોખમી પ્રયોગો બંધ કરવા તાકીદ પણ કરવામાં આવી છે. બીજું કંઈ નઈ તો છેવટે છોલે-ભટુરે, પાઉં-ભાજી, પુલાવ કે પછી ઈડલી-સાંભર અને ઢોંસા વાસ તરીકે નાખશો તો પણ ચાલશે.

ફોરેન રીટર્ન આત્માઓ :

          SPAM (સમસ્ત પરલોકવાસી આત્મા મહામંડળ) ના ઘણા આત્માઓ ડાયરેક્ટ વિદેશથી કે પછી લાંબો સમય વિદેશ રહી આવેલા છે. એ લોકોને સાદી ખીર-પૂરી અને વડામાં રસ ઓછો છે. આથી એવા આત્માઓ માટે પીઝા સાથે કોલા કે પેપ્સી અથવા બર્ગર સાથે કોલ્ડ કોફી સર્વ કરવામાં સોરી કાગ-વાસ તરીકે નાખવામાં આવે તો મોજ પડી જાય. એ લોકો તો આના બદલામાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે અને સબસીડીવાળા સીલીન્ડરો જોઈએ તેટલા મળી રહે એવા આશીર્વાદ આપવા પણ તૈયાર છે. જરૂર પડશે તો મન્નુ પાજીના આત્માને જગાડવાની તૈયારી પણ એ આત્માઓએ બતાવી છે.

માવા-ફાકી-પાનના શોખીન આત્માઓ:

આપણે ત્યાં ભારે જમ્યા પછી પાન ખાવાનો રીવાજ છે. એ પાચન માટે સારું પડે છે. કાગવાસમાં ખીર, પૂરી, મઠ્ઠો, વડા, ભજીયા વગેરે મુકવામાં આવે છે એ સારી વાત છે, પણ એ બધું પચવામાં ભારે પડે છે. અમુક આત્માઓ તો ખાધા પછી ત્રાસ કરી મુકે છે. એટલે કેટલાક નાગર જ્ઞાતિના આત્માઓએ વાસ સાથે પાનના બિડા મુકવાની પણ દરખાસ્ત કરી છે. તો બીજા માવા-ફાકીના બંધાણીઓએ કાચી-પાંત્રીસની પોટલીઓ (પાર્સલ ચુના સાથે. ચૂનો નાખીને મૂકશો તો તમાકુ હવાઈ જશે) પણ પહોચતી કરવા વિનંતી કરેલ છે. હવે ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ છે, એટલે ગુટખાના બંધાણીઓને સવારમાં બહુ તકલીફ પડે છે તો એમના માટે શાકના વઘારમાં જ કાયમ ચૂર્ણ નાખવા સુચના આપેલ છે.

ભાવનાઓ કો સમજો:

          પ્રશ્નના શાંતિ પૂર્ણ ઉકેલ માટે SPAM (સમસ્ત પરલોકવાસી આત્મા મહામંડળ) તરફથી ઘણા પ્રયત્નો થયા છે પણ માનવજાત સમજી શકી નથી. જેમ કે ઘણી વાર તમે ધાબામાં એવી વાનગીઓ પડેલી જોઈ હશે જે તમારા ઘરે કદી  બની ન હોય. હકીકતમાં SPAMના સભ્યો કાગડા સ્વરૂપે પડોશીના ધાબેથી વાનગીઓ ઉઠાવીને ‘સેમ્પલ’ તરીકે તમારા ધાબે મૂકી જતા હોય છે. અમુક આત્માઓ તો કૂતરા સ્વરૂપે આવીને ઓટલા પર એમને ભાવતી વાનગીની ‘રેસીપી બુક’ પણ મૂકી જતા હોય છે. પણ એમની ભાવનાની કદર કરવાને બદલે ગંદકી કરવા બદલ ભાંડવામાં આવે છે. અને એટલે જ SPAM દ્વારા આ પત્ર ખાસ શ્રી ગણેશજી પાસે લખાવીને માનવજાત સુધી પહોચાડવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

बधिर खड़ा बाज़ार में
બહેરી પ્રિયા
: કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપળી…
બધિર: એની ચિંતા લીમડી-પીપળી પર બેઠેલા લોકો કરશે, આપણે કેટલા ટકા?
(ખોટું લેવાદેવા વગરનું પેટ્રોલ શું બાળવાનું? – અમદાવાદી એપ્રોચ)
4061

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in बधिर खड़ा बाज़ार में ... and tagged , , , , , , . Bookmark the permalink.

9 Responses to સમસ્ત પરલોકવાસી આત્મા મહામંડળ (SPAM)ના કન્વીનર કાગડાનો પત્ર

 1. અનામિક કહે છે:

  ખી ખી ખી

  Like

 2. Envy કહે છે:

  મને હવે હમજોણ પડી કે સ્પામ ના સભ્યો કેમ વાસ આરોગવા નથી આવતા!, હુ કાંદા કાઢી લેવાના હોય ? પસી હુ કામ આવે !

  Like

 3. Hiro Thakkar કહે છે:

  બહુ મજા આવી !

  Like

 4. Ketan Desai કહે છે:

  Nice article. Now I learnt the meaning of spam. Thanks for sharing.

  Like

 5. અનામિક કહે છે:

  .Khub j ras prad..kagda o ni vyatha jani thayu ‘ mera gum kitna kam he”…

  Like

 6. Ravi Kumar કહે છે:

  Wonderful. Interesting. I hope people will learn the lession and understand the feelings of SPAM.

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s