… તંબુરો!


Tamburo-1

Click on image to read the Feelings Gujarati Fortnightly magazine online …

હોતો હું એના ઉંબરે ચોખા મુકવા ગયો કે નહોતી મેં એની સલાહ લેવા માટે અરજી કરી, પણ સામેવાળી પાર્ટી પોણા કલાકથી એકધારી મંડાણી હતી. મારો વાંક એટલો જ કે એના દેખતાં મેં છીંક ખાધી અને રૂમાલથી નાક લુછ્યું! અને એ શરુ થયો “”પહેલાં તો તું આઈસ્ક્રીમ, સોફ્ટ ડ્રીંક, ફ્રીઝનું પાણી, તીખું, તળેલું, ખાટું, ખારું બધું બંધ કરી દે. મીઠું અને ખાંડ બન્ને ઝેર છે એ પણ બંધ કર નહિતર ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની તકલીફ પણ થશે. તને વારે ઘડીએ શરદી થાય છે એ બતાવે છે કે તારી ઈમ્યુન સિસ્ટમ નબળી છે માટે કાચું શાક ખાવાનું રાખ. એનાથી તારી રોગ પ્રતિકાર શક્તિ વધશે અને તારી તબિયત લાઈન માર્યા વગર ફાઈન થઇ જશે. તું …” હજુ એ આગળ કંઈ બોલે એ પહેલાં મારાથી બોલાઈ ગયું “તંબુરામાંથી તબિયત ફાઈન થઇ જશે?”

મને લાગ્યું કે પાર્ટીએ પુરતો લોડ આપી દીધો છે. હવે નહિ બોલું તો આવયો મને લીલું ઘાસ ચરવા મોકલશે. પણ મારી પાસે જવાબ નહોતો. આવા અણીના સમયે કામમાં આવ્યો તંબુરો! અને હું એને તંબુરો વળગાડીને છુટો થઇ ગયો. પણ એની હાલત ખારી સીંગના બદલે ફોતરાનો ફાકડો મરાઈ ગયો હોય એવી થઇ ગઈ. આંખો બકરા જેવી! પછી મેં ચાલુ કરી “અલા બાબ્ભ’ઈ, જો હું જલસા-પાણી બંધ કરું તો શરદી મટી જવાની છે? અને જો એમજ હોય તો નથી મટાડવી શરદી, જા. મને નાકમાંથી છી લૂછતાં લૂછતાં ‘ઢીંકા ચિકા’ કરવામાં કે છીંકો ખાતા ખાતા જલસા કરવામાં કોઈ જ વાંધો નથી તો તને શું પ્રોબ્લેમ છે? સાલું, દાળવડા-ગાંઠિયા-મરચાં અને પીઝા-બર્ગર ખાવાના ન હોય તો લાઈફમાં રહ્યું શું? તંબુરો?”

અને ચમત્કારિક રીતે જ તંબુરાના ઉલ્લેખ સાથે ચર્ચાનો વાવટો સંકેલાઈ ગયો! અને પેલી પાર્ટીએ પણ ફીરકી લપેટતી હોય એ રીતે મને મને કહ્યું “ચલ, ચા પિવડાવ એટલે નીકળું.”

આ તંબુરાનો પ્રતાપ. ખુબજ અઘરા સવાલો અને તર્કબદ્ધ દલીલોનો ટૂંકો અને સચોટ જવાબ છે – તંબુરો! વાપરવામાં એકદમ આસાન. એ માટે તમારે તંબુરો ખરીદવાની કે વગાડતા શીખવાની જરૂર નથી. પાછો અહિંસક પણ ખરો કારણ કે આમાં તંબુરા વડે કોઈને લમધારવાનો નથી હોતો. ફક્ત ચર્ચાના ક્લાઈમેક્સ પર જયારે સામેવાળું ખાં સાહેબીનું ખોખું તમારા પર ઘોડોઘોડો કરવા મંડ્યું હોય અને તમારી પાસે કોઈ તાર્કિક દિલ બચી ન હોય, ત્યારે તંબુરાના પ્રયોગથી તમે વાત-વિમુક્તાસન પછીની હળવાશનો અનુભવ કરી શકો. એમ કરવામાં વિલંબ ન કરવો, કારણ કે આમાં ‘ડૂમો’ બાઝે એ નહિ પોસાય.

આપણે ત્યાં શુભ પ્રસંગે અને પાર્ટીઓમાં તંબુરા ઉપરાંત તબલા, મંજીરા, ઝાલર, ઘંટ-ઘંટડી-ટોકરી વગેરે શબ્દોનો ઉપયોગ પણ થાય છે. કદીક એમનો સંબંધ બાઈ, બાવાજી કે પિતાશ્રી સાથે પણ જોડવામાં આવે છે. પણ રીવાજ લગભગ દેશી વાજીંત્રોનો છે. કોઈ ઓક્ટોપેડ, બોંગો, ટીમ્બાલી કે ‘તારા પિતાશ્રીની ગિટાર’ એવા પ્રયોગો નથી કરતુ. એમાં પંચ નથી આવતો. ડાબોડી લોકો ‘કંકોડા’ અને ‘વંત્યાક’ પસંદ કરે છે. ક્યારેક ‘શું ધૂળ?’, ‘બાપાનુ કપાળ’, ‘બાપાનો તબેલો’ વગેરે શબ્દો દુશ્મનના શરીર સૌષ્ઠવને જોઈને ઉપયોગમાં લેવાતા હોય છે. બીજી ભાષાઓમાં આવા શબ્દો હશે, પણ આપણો વારસો એટલો સમૃદ્ધ છે કે સાહસીકો બીજી ભાષામાં ખેડાણ કરવા જતા નથી. પણ જે મજા તંબુરામાં છે એવી બીજે ક્યાંય નથી.

જેમ ચાસણીમાં એક-તારી અને ત્રણ-તારી ચાસણી એવા પ્રકારો આવે છે એમજ તંબુરામાં પણ તારની સંખ્યા પ્રમાણે પ્રકારો હોય છે. એક તાર વાળો તંબુરો એકતારા તરીકે પણ ઓળખાય છે. પણ ઉગ્ર ચર્ચા દરમ્યાન ‘તંબુરો’ એવું બોલતી વખતે એમાં કેટલા તાર છે એની ચોખવટ કરવાની હોતી નથી. અને સામેવાળો એ ગણવા બેસતો પણ નથી. આપણે ફક્ત ‘તંબુરો’ એવું બોલીને છુટા થઇ જવાનું હોય છે. બાકીનો બધો લોડ સામેવાળી પાર્ટીના માથે હોય છે.

પણ કહેવાતા બુદ્ધિજીવી વ્યક્તિઓ સાથેની ચર્ચામાં હરિભક્તો અને સાધકોએ કંટ્રોલ રાખવો કારણ કે એ લોકો આખી દુનિયાને જે ન ખબર હોય એ બધું જાણીને બેઠા હોય છે. એમની સાથે ચર્ચા કરતી વખતે તમને ‘તંબુરો’ એવું બોલવાને બદલે સાચેસાચ તંબુરો એમના ભોડામાં ઝીંકવાનું મન થશે. પણ એમ કરવું નહિ. જરૂર જણાય ત્યાં ‘તમારા પિતાશ્રીનો તાનપુરો’ એવું મનમાં બોલવું. જોકે, આવું કોઈ સુરતી સાથે થાય તો કહેશે કે …

‘બ્રેક ડબાઈ ડબાઈને ગાડી ડોડાવામાં મજા હું આવે, ટંબુરો?

सुन भाई साधो…
મગજની તંગ નસો પર તું ગિટાર બજાવે છે,
કસમ પેટ્રોલના ભાવની, બહુ મજા આવે છે!
૮૦૬

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , . Bookmark the permalink.

5 Responses to … તંબુરો!

 1. હિમ્મતાસ્ય કહે છે:

  લે…હકણ…તંબુરો

  Like

 2. jiten કહે છે:

  જે મજા તંબુરામાં છે એવી બીજે ક્યાંય નથી.

  Like

 3. Bhumika Modi કહે છે:

  કહેવાતા બુદ્ધિજીવી વ્યક્તિઓ સાથેની ચર્ચામાં હરિભક્તો અને સાધકોએ કંટ્રોલ રાખવો કારણ કે એ લોકો આખી દુનિયાને જે ન ખબર હોય એ બધું જાણીને બેઠા હોય છે. એમની સાથે ચર્ચા કરતી વખતે તમને ‘તંબુરો’ એવું બોલવાને બદલે સાચેસાચ તંબુરો એમના ભોડામાં ઝીંકવાનું મન થશે. ..hahaha..Excellent start of weekend w/ur article…Really,,,if you don’t believe it,,,you will say “Tamburo”… Wishing you very very happy weekend( I wish you write more to make others happy this weekend)

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s