કાકાનું ઘર કેટલે?


તે સવારે મારી અને બહેરી પ્રિયા વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચેની વાઘા બોર્ડર જેવું વાતાવરણ

To read this article in Feelings Gujarati Fortnightly Magazine online, click on the image....
To read this article in Feelings Gujarati Fortnightly Magazine online, click on the image….

હતું. આ બહેરી પ્રિયા એટલે મારી પત્ની પ્રિયા, જેને ફિલ્મ દેવદાસનું ‘બૈરી પિયા બડા બેદર્દી …’ ખુબ ગમતું હોઈ અમે એને લાડમાં ‘બહેરી પ્રિયા’ કહીએ છીએ. પણ એ દિવસે એ લાડને વશ થવાના મૂડમાં નહોતી. ધુંવાપુવા તો એટલી હતી કે એને શરદી ન હોત તો એના ફૂંફાડા પડોશમાં સંભળાતા હોત.

બન્યું હતું એવું કે મારો મોબાઈલ જડતો નહોતો એટલે એને શોધવા માટે મેં પ્રિયાના મોબાઈલથી રિંગ મારી અને જવાબમાં મારા ઓશિકા નીચેથી ‘નાગીન’ની ધૂન સંભળાઈ! બસ, આટલું જ કાફી હતું. અને મારી હાલત જુઓ તો સાપના ડંખથી બચવા પેંતરા બદલતા ગારુડી જેવી! એ વાત જુદી છે કે પ્રિયા રોજ સવારે મને ‘નાગદમન’વાળી ‘નાગરાણી’ની જેમ ‘ચરણ ચાંપી મૂછ મરડી’ને જગાડવાને બદલે ચરણ ‘મરડી મૂછ ચાંપી’ને જગાડે છે. પણ હું એનો બદલો નાગીનનો રીંગટોન સેટ કરીને લઉં એવો નથી. મારી એટલી હિંમત પણ નથી. મોટે ભાગે તો મારે એ બિન વગાડે એ પ્રમાણે ડોલવાનું હોય છે. છતાં એના મિસકોલથી મારા મોબાઈલમાં ‘મન ડોલે મેરા તન ડોલે…’ની ધૂન વાગી હતી એ હકીકત છે. હું એ.સી.પી. પ્રદ્યુમ્ન હોત તો કહેત ‘દયા, પતા કરો યે નગીન કી રીંગટોન કિસને સેટ કી હૈ ….’

જોકે, દસ જ મીનીટમાં શ્રુતિ-શ્રવણે આરોપીઓ ઝબ્બે કર્યા હતા. પણ એમાં અમારે ચોંકવા જેવું કંઈ નહોતું કારણ કે સ્કૂલોમાં વેકેશન પડ્યું તે દિવસથી અમારા ઘરમાં આ સીલસીલો ચાલુ જ હતો. આરોપી નં ૧. એટલે મારો દસ વર્ષનો ભાણિયો સાગર ઉર્ફે શેતાન ‘શેગી’ અને આરોપી નં. ૨ એટલે આમ શેગીથી નાની પણ કામથી શેતાનની નાની એવી માર્ગી ઉર્ફે મસ્તીખોર ‘મેગી’નું આ કારસ્તાન હતું! આમાં મારે તો ભીનું જ સંકેલવાનું હતું એટલે કર્યું. છતાં પ્રિયાએ એઝ યુઝવલ મારી સામે દાંતિયા કર્યા અને એ ઉપક્રમ શેગી-મેગી ગયા ત્યા સુધી ચાલુ રહ્યો.

ઘરમાં શ્રુતિ-શ્રવણ તો હતા જ, ઉપરથી શેગી-મેગીના આગમને સોડામાં લીંબુનું કામ કર્યું હતું! સવારે હું જાગું એ પહેલાં ઘરમાં ઘમાસાણ ચાલુ થતું. સૌથી પહેલું અને સહેલું નિશાન મારો મોબાઈલ બનતો અને નાગીનનો રીંગટોન એનું પરિણામ હતું. મારા સ્ક્રીન સેવરમાં આલિયા ભટ્ટ અને શાકિરાના ફોટા આવી ગયા હતા. જયારે પ્રિયાના મોબાઈલમાં કોઈ કાળીયો પહેલવાન દેખાતો. સાંજ પડે મારા મોબાઈલમાં સો-બસો રૂપિયાની ગેમ અને એપ્લીકેશન્સ ડાઉનલોડ થતી હતી. મારા લેપ-ટોપ પર એન્ગ્રીબર્ડ નામની ગેમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી અને ટોળકી  આખી બપોર એની ઉપર લાગેલી રહેતી. બન્ને ભાણેજડાઓ ટોક ટાઈમના એવા દુશ્મન કે ગેમનો સ્કોર કહેવા અને નવી ગેમના ચીટ-કોડ જાણવા દોસ્તો સાથે પોણો પોણો કલાક વાતો ચાલતી. ભુખ લાગે એટલે ફોન કરીને પિત્ઝા મંગાવવામાં આવતો અને એમણે ખાલી કરેલી સોફ્ટ ડ્રીન્કની બોટલોથી આખી બપોર ગદા-યુદ્ધ ચાલતું!

સાલું, આપણે મામાને ત્યાં જતાં ત્યારે બપોરે સાપ-સીડી, લૂડો, મોનોપોલી, પત્તા કે કેરમ રમવા બેસાડી દેવામાં આવતા અને સાંજે મામા ગોળો ખવડાવે એટલે આપણે રાજીરાજી થઇ જતાં. કેટલા દાવ કરીએ ત્યારે ફિલમ જોવા મળતી. અને અત્યારની પ્રજાને મલ્ટીપ્લેક્સ સિવાય ચાલે નહિ અને ત્યાં એ લોકો ટીકીટ કરતા વધુ કિમતના પોપકોર્ન- સોફ્ટ ડ્રીંક ઠોકી જાય એ જુદું. ટી.વી. પર પણ એમનો જ કબજો. તમારે મેચ જોવી હોય ત્યારે એમને સીંગચેન અને પીકાચુના કાર્ટુનો જોવા હોય. અને આજકાલ તો મારા બેટા I-Pad, PS-3, X-Box 360 સિવાય તો વાત નથી કરતા. પછી માણસ ક્યાંથી પહોચી વળે?

એ હિસાબે શકુની હોંશિયાર કહેવાય. એને સો ભાણીયા હતા અને બધાય અળવીતરા હતા. એ જાણતો હશે કે વેકેશનમાં ગાંધારી એના સો નમુનાને એને ત્યાં મોકલી દેશે તો એમની મામી બિચારી રોટલા ટીચી ટીચીને ટેં થઇ જશે. એટલે એણે બનેવીને ત્યાજ ધામા નાખ્યા હતા. પણ આપણાથી શકુની જેવા થવાય છે?

અમને લાગે છે કે અત્યારે રી-મિક્સનો જમાનો છે તો કમ સે કમ ‘મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે…’ જેવા જોડકણાનું રીમીક્સ કરી અને ‘કાકાનું ઘર કેટલે? પેપ્સી મળે એટલે …’ કે ‘ફૂઆનું ઘર કેટલે? પિત્ઝા મળે એટલે …’ જેવા જોડકણા બનાવવા જોઈએ. જોકે આપણે કો’ક ના કાકા કે ફુઆ હોઈએ તો એ ય નકામું નહિ?

सुन भाई साधो…
કાકા:
બહાર નેકરવાની ‘એન્ટ્રી’ ક્યોં છ બકા?
1205

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s