મોબાઈલવાલા લવ …


પ્રસ્તુત લેખ તથા ફીલિંગ્ઝ મેગેઝીનના તાજા અંકના બીજા લેખો વાંચવા માટે ઉપરની ઈમેજ ઉપર ક્લિક કરો...

પ્રસ્તુત લેખ તથા ફીલિંગ્ઝ મેગેઝીનના તાજા અંકના બીજા લેખો વાંચવા માટે ઉપરની ઈમેજ ઉપર ક્લિક કરો…

હું શાકની લારી પાસે ઉભો હતો અને કંઇક આવો સંવાદ કાને પડ્યો.
”મનીસ, સૈલેસ બોલુ.
હોભર, મને લગન માટે લેડીસ મલી જઇ છ.
નોમ સીતલ છ.
રઇવારે એન્ગેજ છ. આઈ જજે.
બેલેન્સ નહિ. મેલુ સુ.”

ધ્યાનથી જોશો તો આ આખા સંવાદમાં આજના યુવાનોની સમસ્યા ભારોભાર છલકે છે. આ કેસમાં ‘સૈલેસ’ને ‘લગન માટે લેડીસ મલી જઇ છ’ પણ વાત કરવા માટે ‘બેલેન્સ નહિ’! જો ‘સીતલ’ પણ શાકવાળી જ હશે તો તો એનું નભી જશે. બાકી ‘સીતલ’ની જગ્યાએ અમદાવાદની કોલેજની કોઈ છોકરી હોત તો મોબાઈલના બેલેન્સની સાથે એનું પ્રેમપ્રકરણ પણ પૂરું થઇ ગયું હોત!

એક મોબાઈલ કંપનીએ સાચું જ કહ્યું છે કે ‘બાત કરને સે હી બાત બનતી હૈ’. અને પ્રેમિકા સાથે મીઠો પ્રેમાલાપ કરવો હોય તો મોબાઈલમાં ટોક-ટાઈમરૂપી પ્રાણ પૂરવો જરૂરી છે. બેલેન્સના અભાવે પ્રેમ ડચકા ખાઈને દમ તોડી દે છે. આજની કન્યાઓ દીપિકા પાદુકોણ ચિંધ્યા માર્ગે ચાલનારી છે. મનુષ્ય જેમ જીર્ણ વસ્ત્રો ત્યાગી અને નવા વસ્ત્રો ધારણ કરે છે એમજ કન્યાઓ ગીફ્ટમાં દસ દસ રૂપિયાની રીચાર્જ કૂપનો આપનાર ચિંગૂસને છોડીને પોસ્ટ પેઇડમાં 3Gની સગવડ સાથેનો સ્માર્ટ ફોન આપનાર ઉમેદવારને પસંદ કરે છે. એટલે હજુ પણ તમે ચિંદી જેટલા ટોક-ટાઈમથી ગર્લ-ફ્રેન્ડ સાથે સાત-જનમનું સેટિંગ પાડવા માગતા હોવ તો તમારે પેન્ટ-શર્ટને બદલે કમરે ચામડું વીંટી, મોઢે ચિતરામણ કરી, હાથમાં ભાલો લઇને આફ્રિકાના જંગલોમાં જતાં રહેવું જોઈએ. ત્યાં તમારે લાયક ‘કન્યા’ ચોક્કસ મળી રહેશે. અહિયાં ‘ઝીંગાલાલા હૂમ’ બ્રાન્ડના મુરતિયાનું માર્કેટ બિલકુલ નથી. અહિની ગર્લ્સનો ટાઈમ વેસ્ટ કરશો નહિ પ્લીઝ. જવું હોય તો રીક્ષા રોકું?

બીજુ એક વાત. મારુતી-૮૦૦ મોડેલ બંધ થઇ ગયું છે, છતાં હજુ ઘણા લોકો ‘ફ્રન્ટી’ લઈને મોજથી ફરતા હોય છે. એમજ હજુ ઘણા આદી માનવો મિસકોલ પદ્ધતિને વળગી રહયા છે. પુરાણકાળમાં જ્યારે રૂપિયે મીનીટનો ‘કોલ રેટ’ હતો ત્યારે ‘કેન્ટીનમાં મળ’ એટલું કહેવામાં પણ એક રૂપિયાનો ખર્ચો થઇ જતો. આ સંજોગોમાં કેટલાક કલાકારોએ ‘કેન્ટીનમાં મળ’ એવું કહેવા માટે એક રીંગ, ‘મુવી જોવું છે?’ કહેવા બે રીંગ અને લાંબી રીંગ વાગે તો ‘ઉતાવળ કર’ એવો સંકેત ગોઠવેલો. પણ પછી કેટલીક ચંપા કુમારીઓ અને જોસના ગૌરીઓ પહેલી જ રીંગ પર કોલ રીસીવ કરીને પોતાની બાઘાઈનો પરિચય આપવા માંડી અને વગર મૂડીએ કરવા ધારેલા આ ધંધામાં  ખોટ જવા માંડી એટલે મિસકોલ પ્રથા બંધ થઇ. છતાં બી.પી.એલ. કાર્ડ ધરાવતા રાંઝણાઓ આજે પણ એનો લાભ લેતા હોય છે.

અમારે અમદાવાદમાં કેટલાક સાહસિકોએ ગર્લ-ફ્રેન્ડ સાથે મફતમાં ગુટરગુ કરવા માટે મોબાઈલ કંપનીના Closed User Group (CUG)નો લાભ લેવાનો આઈડિયા કામે લગાડ્યો હતો. પણ એમાંના અમુકને ગર્લ-ફ્રેન્ડના CUGમાં જોડાયા પછી એવો ‘હરખનો આંચકો’ લાગ્યો કે ખોડ ભૂલી ગયા. કારણ કે એના ગ્રુપમાં જોડાયા પછી ખબર પડી કે અહીં તો કોલેજના પટાવાળાથી માંડીને પ્રિન્સીપાલ સુધીની અડધી કોલેજ સાથે મફતમાં વાત થઇ શકે છે!

ઘણા ઉસ્તાદો Free SMS પદ્ધતિનો લાભ લેતા હતા. પણ સ્ટેટીસ્ટીક્સ મુજબ એમાં નંબર લાગવાની શક્યતા ઓછી રહેતી હતી. કારણ કે પેલી એસ.એમ.એસ.થી આવેલી અરજીઓ જુએ, એમાંથી ડ્રો કરીને એકાદ વિજેતા પસંદ કરે અને એમાં નંબર લાગે તો મેળ પડતો. બાકી હોય એમ જીજ્ઞેશની અરજીનો જવાબ ભાવેશને મળતો અને અલકેશના બર્થ ડેની પાર્ટી રાકેશે આપવી પડતી. આ કારણથી કોલેજમાં જય-વીરુ કક્ષાની દોસ્તીઓ ઠાકુર-ગબ્બરની કક્ષાએ આવી જતી હતી અને પ્રોફેસરોની ફજેતી થતી એ જુદી. જોકે આજકાલ તો ફેસબુક, વોટ્સ-એપ અને ચેટ-ઓન સાથેના એન્ડ્રોઈડ મોબાઈલનું ચલણ છે. છતાં smsહજુ પણ કેટલાક ‘ટારઝન’ SMS પદ્ધતિને વળગી રહ્યા છે. ભોગ એમના.

પણ આ ચર્ચાની ફલશ્રુતિ એટલી જ કે ગર્લ-ફ્રેન્ડનો મોબાઈલ એ બગીચાના છોડ જેવો છે જેને ખીલેલો રાખવા માટે ટોક-ટાઈમનું સિંચન કરવું અત્યંત જરૂરી છે. અને કન્યાએ જો એના પૂજ્ય પિતાશ્રીના ખર્ચે જ ‘રીચાર્જ’ કરાવવાનું હોય તો તમારી કોઈ જરૂર ખરી? માટે જો તમે ગર્લ-ફ્રેન્ડને ટકાવવા માંગતા હોવ તો એક કુશળ માળીની જેમ એના મોબાઈલમાં ટોક-ટાઈમનું સિંચન કરતાં રહો. ઓકે? હવે મોબાઈલ ટુ મોબાઈલ બેલેન્સ ટ્રાન્સફર કરતા તો આવડે છે ને? એ પણ મારે જ શીખવાડવાનું હોય તો પછી ‘ઝીંગાલાલા હૂમ..’ કરતા નીકળો ભાલો લઈને… કો’ક હૈયાફૂટી તો મળીજ રહેશે.

सुन भाई साधो…
હાઈકુ
તરવા ગયો
મૃગજળ સરિતા,
છોલાઈ ગયો!
3162

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , , , , . Bookmark the permalink.

5 Responses to મોબાઈલવાલા લવ …

  1. Ramesh Thaker કહે છે:

    વાહ વાહ અને વાહ ….એકેય વાક્ય હાસ્ય રસ વિનાનું નો મળ્યું …..

    Like

  2. Aziz patel કહે છે:

    Good artical but now our African girls also like indian girlfriend thay also expacting her phone recharge by boy frind

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s