શિયાળ તાણે સીમ ભણી, કૂતરું તાણે ગામ ભણી


મારો મિત્ર પુષ્કર સળીકર મૂળ વડોદરાનો છે, પણ થોડા વર્ષ પહેલાં એણે પોતાનું વડોદરાનું મકાન વેચીને અમદાવાદમાં મકાન લીધું. શરૂઆતના બે-ત્રણ વર્ષ ટ્રેનમાં આપ-ડાઉન કર્યું પછી હવે અમદાવાદ બદલી પણ કરાવી દીધી છે. અમારા માટે આ મોટી આશ્ચર્યની ઘટના કહેવાય, કારણ કે અમારો પુષ્કી તો હાર્ડકોર બરોડીયન. મેં પૂછ્યું કે ‘તું તો વડોદરા માટે કહેતો હતો ને કે જીના યહાં, મરના યહાં… પછી કેમ વિચાર બદલ્યો?’ તો એ કહે ‘જવા દેને યાર. શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી! મારું સાસરું અમદાવાદમાં છે.’

Shiyal Taane Seem Bhaniહકીકત ચોંકાવનારી છે! અમે થોડું રીસર્ચ કર્યું તો ખબર પડી કે પુષ્કીની જેમ અમારા મિત્રો પૈકીના ઘણા શિયાળના તાણ્યા સીમમાં આવી ગયા છે. મતલબ કે ઘણા દોસ્તોનું મૂળ વતન અમદાવાદથી દૂર હોવા છતાં અમદાવાદમાં વસી ગયા છે અને એમનું સાસરું અમદાવાદમાં છે એ માત્ર યોગાનુયોગ નથી. કદાચ એ લોકો ‘સાચું સુખ સાસરિયા’માં કહેવત પાછળનો મર્મ સમજી ચૂક્યા છે. જો કે અમને એ વાત લાગૂ પડતી નથી કારણ કે અમારું પિયરીયું અને સાસરું બન્ને અમદાવાદમાં જ છે, માટે ખોટી કીકો મારશો નહિ.

આ તો કહેવત માટેનું એક ઉદાહરણ થયું, પણ અમને આ કહેવત જરા વિચિત્ર લાગી છે. કહેવત જૂની છે અને આપણે સમજણા થયા ત્યારથી સાંભળતા આવ્યા છીએ, પણ આજ સુધી કોઈએ

shwan-samaj-c-fastcompany-net

Image Courtesy: c.fastcompany.net

એના વિષે અમને સાચી સમજ આપી નથી. પહેલાં તો શિયાળ કેવું હોય, એ શું ખાય અને એની સાઈઝ શું હોય એ અમે જયારે દસમાના વેકેશનમાં ઝૂ જોવા ગયા ત્યારે ખબર પડી. ત્યાં સુધી તો અમે દ્રાક્ષના માંડવા નીચે બેઠેલા શિયાળના ચિત્રો જ જોયેલા. પહેલાં તો અમને એ વાળ-દાઢી વધારીને ફેશન મોડેલની જેમ લઘર વઘર ફરતા કૂતરા જેવું જ લાગેલું. પછી બોર્ડ વાંચ્યું એટલે ટપ્પી પડી. બીજું, શિયાળ દ્રાક્ષ ના ખાય એ પણ આપણે જાણીએ છીએ, એટલે ખાટી દ્રાક્ષવાળી વાર્તામાં શિયાળ દ્રાક્ષ એના દોસ્તો માટે લઇ જવા માટે ટ્રાય મારતું હશે એમ જ માનવું રહ્યું. લોકો શિયાળને ચતુર કહે છે એ પણ જરા વધારે પડતું લાગે છે કારણ કે એનામાં અક્કલ હોત તો દ્રાક્ષ માટે કૂદકા મારવાને બદલે ક્યાંકથી ટેબલ લાવીને કે છેવટે ટોપલા ઉપર ચઢીને દ્રાક્ષ સુધી પહોચી શક્યું હોત. આ અને આવી બીજી ઘણી ગેરમાન્યતાઓ જેના વિષે પ્રવર્તતી હોય એવા પાત્રનો કહેવતમાં પ્રયોગ કરવો અમને તો યોગ્ય જણાતો નથી.

પ્રસ્તુત કહેવતમાં બીજા પણ ઘણા ભેદભરમ હોય એવું જણાય છે. ઘણું બધું ભાવકોથી અધ્યાહાર રાખવામાં આવ્યું છે. જેમ કે શિયાળ કઈ વસ્તુને સીમ ભણી તાણી રહ્યું છે એની સ્પષ્ટતા કહેવતમાં કરવામાં આવી નથી. એ વસ્તુ પણ એવી છે કે જેમાં કૂતરાને પણ રસ છે કારણ કે કૂતરું એ વસ્તુને ગામ ભણી તાણી રહ્યું છે. દ્રાક્ષ તો શિયાળના હાથમાં આવી નહોતી એટલે એની ખેંચાખેંચીનો સવાલ નથી. કૂતરું રોટલી લઇ આવ્યું હોય અને શિયાળ વચ્ચે પડ્યું હોય તો પણ એના ઉપર કહેવત બની શકે એટલી ખેંચાખેંચીનો સવાલ પેદા નથી થતો કારણ કે રોટલીના તો તરત બે ટુકડા થઇ જાય અને વાત પુરી થઇ જાય. આમ આખી વાતમાં જે મુદ્દામાલ માટે બે પાત્રો વચ્ચે તકરાર છે એ વિષે કોઈ જ ચોખવટ કરવામાં આવી નથી એ વિચિત્ર ગણાય.

એક વાત કહેવી પડે કે કહેવતમાં એક્શન છે, થ્રીલ છે અને ગતિ છે. બે પાત્રો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે એવી અસર ચોક્કસ જણાય છે, પણ કોઈ ઘટના બનતી નથી. શિયાળ સીમ ભણી તાણે છે અને કૂતરું ગામ ભણી તાણે છે એ વાત બરોબર પણ આગળ શું? ફાઈનલી કોણ જીત્યું? એ જે કોઈ વસ્તુની ખેચાખેંચી ચાલતી હતી એ વસ્તુને શિયાળે સીમ ભેગી કરી, કૂતરું પોળમાં લઇ ગયું કે પછી વાત સુપર ઓવર પર ગઈ એનો ખુલાસો મળતો નથી. સની દેઓલની ફિલ્મની જેમ આ કહેવતમાં એક્શન, ચેઇઝ અને રાડારાડી બધું જ છે, પણ એ બધું શેના માટે છે એ બાબતે ભાવકને ભેખડે ભરાવવામાં આવ્યો છે એવું ચોક્કસ કહી શકાય. અહીં મુદ્દામાલ બાબતે પ્રવર્તતી સંદિગ્ધતા તથા શિયાળ અને શ્વાનના ઈરાદાઓથી અજાણ એવો વાચક કયા પક્ષે રહેવું તેનો પણ નિર્ણય લઇ શકતો નથી. અમને લાગે છે કે પ્રસ્તુત કહેવત બાબતે આર.ટી.આઈ. હેઠળ સાચી માહિતી મેળવી પ્રજા સમક્ષ મુકીને ગેરસમજ અને વિસંગતતાઓ દૂર કરવી જોઈએ.

सुन भाई साधो
ગાંઠીયા એ ગાંઠીયા જ નહિ,
પણ ચણાના લોટમાં વણેલી કવિતા છે.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s