જિંદગી એક જુગાર


NGSજિંદગી એક જુગાર છે એવું લોકો કહે છે. બાળક જન્મે ત્યારે જ છોકરો જનમશે કે છોકરી એની અટકળ થાય છે. જન્મ પછી ઘણાં દાવો કરે છે કે અમને તો ખબર જ હતી કે બેબી કે બાબો જ આવશે. એટલું જ નહિ બેબી ગર્લ કે બેબી બોયનું (માંકડા જેવું) મોઢું કોની સાથે મળતું આવશે તેની પણ આગાહીઓ પોતપોતાનાં કુટુંબ તરફી કરવામાં આવે છે. બાળકના જન્મના સમાચાર મળે એટલે એ નોર્મલ ડીલીવરી થઈ હશે કે સિઝેરીયન એની અટકળો પણ થાય છે. ખર્ચની રીતે જોઈએ તો બાળકના બાપના માટે એ જુગાર જ છે. પછી તો જે થવાનું હોય એ જ થાય છે.

To read this and other articles online on Navgujarat Samay EPaper, click on the Image

To read this and other articles online on Navgujarat Samay EPaper, click on the Image

નોકરી પણ એક સટ્ટો છે. તમારો બોસ કેવો મળશે એ તમારા નસીબ પર આધાર રાખે છે. એમાં બોસનો મુડ બોસની પત્ની પર આધાર રાખે છે. એટલે તમે શાંતિથી નોકરી કરી શકશો કે નહિ તે બોસના ઘરની આબોહવા ઉપર આધાર રાખે છે. જોકે બોસ કુંવારા હોય એટલે સારા હોય એવું પણ નથી, કારણ કે બીજું કોઈ એની મેથી મારનાર ન હોવાથી એ સ્ટાફની મેથી નહિ મારે એવું માનવું ભૂલ ભરેલું છે.

લગ્ન એ જુગાર હોય તો એરેન્જડ-મૅરેજ એ તીન-પત્તીની બ્લાઇન્ડ ગેમ છે. એમાં ઘણું બધું દાવ પર લાગી જાય પછી અસલી પત્તા કેવાં ફાલતું છે એ ખબર પડે છે. લગ્ન પહેલાં જીવ આપી દેવાની કસમો ખાતો સાવરિયો લગ્ન પછી ખરેખર જીવ આપી દીધો હોત તો રોજના કકળાટમાંથી છુટત એવું માનતો થઈ જાય છે. એરેન્જડ-મેરેજ જો તીન પત્તીની બ્લાઈન્ડ ગેમ હોય તો લવ-મેરેજમાં બાજી ઓપન હોય છે. એમાં સામેવાળના પત્તા કયા છે તમને ખબર હોય છે, પણ પત્તા ખબર હોવાથી બાજી બદલાઈ નથી જતી. એ તો જે હોય એ જ રહે છે. જેમ ઘરમાં શાક બન્યું હોય તો કેવું બન્યું હશે તે દેખાવ ઉપરથી તમારે કલ્પના કરવાની હોય છે, પણ ખરેખર કેવું બન્યું છે એ તો ચાખ્યા પછી જ ખબર પડે. એમ લવ થયા બાદ મેરેજ થાય પછી ધીમેધીમે એનો ટેસ્ટ ખબર પડે છે. એમાંય દરેકનો ટેસ્ટ જુદો હોય છે. કોક્ને મોળું ભાવે તો કોઈને સ્પાઈસી. જોકે આપણે ત્યાં જેવો ટેસ્ટ હોય તે ફવડાવી દેવાનું શીખવાડવામાં આવે છે.

જોકે લગ્નની સફળતા બાબતની અનિશ્ચિતતાઓને લઇને એની સરખામણી જુગાર સાથે ભલે કરવામાં આવતી હોય પણ એ ખોટી છે, કારણ કે લગ્નમાં તો પડ્યું પાનું નિભાવવાનું હોય છે જ્યારે જુગારમાં નકામા પાના આવ્યા હોય તો બાજી ‘પેક’ કરી શકાય છે. આપણે ત્યાં તો દૂરી-તીરી-પંજાની ‘શ્રી ૪૨૦’ બ્રાન્ડ બાજી પર આયખું કાઢી નાખનારા મળી આવે! જુગારમાં હારી જાવ તો મનોબળ મક્કમ કરીને ઊભા થઈ જવાય છે, પણ લગ્નજીવનમાં એમ ઊભા નથી થઈ શકાતું. અમેરિકામાં છૂટાછેડા ખર્ચાળ છે છતાં લોકો ‘નથી રમવું શિવશંભુ’ કરીને ઉભા થઇ જઈ શકે છે. આપણે ત્યાં એ ખાટી દ્રાક્ષ છે! હારેલો જુગારી બમણું રમીને હારેલું કવર કરી શકે છે, જયારે લગ્નમાં હારેલો ખેલાડી તીન પત્તી છોડીને ઢગલા-બાજી કે સાત-આઠ જેવી વેજીટેરીયન ગેમ્સ પર આવી જવામાં ભલાઈ સમજે છે.

ઘણા ઘરોમાં પતિ-પત્નિ બંને પત્તાના શોખીન હોય છે. સાતમ-આઠમ પર પત્તા ટીચી ટીચીને તાશ-મય થઇ ગયેલા આવા લોકોને ઓળખવા સહેલા છે. તમે એમને ત્યાં જમવા જશો તો એની પત્ની ડિલ કરતી હોય એમ ટેબલ પર બેઠેલા મહેમાનોને વારાફરતી એક એક રોટલી વહેંચશે અને બધી રોટલી વહેંચાઈ જશે તો ‘ડેવિલ્સ-કટ’ એનાઉન્સ કરીને બધા પાસે એક એક ભજિયું પાછું મૂકાવશે! તો એનો હબી પણ થાળીમાં ત્રણ રોટલી થાય પછી પત્તા જોતો હોય એમ રોટલીનો છેડો ઉંચો કરીને જોઇ લેશે. તમારે ચેક કરવું હોય તો તમારી થાળીમાંથી એક ભજિયું સર્વિંગ બાઉલમાં નાખીને ‘શો’ બોલી જોજો – પેલો એની થાળીની બધી રોટલીઓ ઉંધી કરી નાખશે! આ દિવસોમાં આવા કોઈ શોખીનના ઘરે જાવ તો ડોર-બેલ મારવાના બદલે દરવાજાના ઉંબરા ઉપર દસની નોટ મુકીને ‘શૉ’ બોલશો તો જલ્દી દરવાજો ખુલશે.

આવા જ એક પત્તાના શોખીન મિત્રને ત્યાં પારણાના દિવસે જમવા જવાનું થયું. અમે બધા ટેબલ પર બેઠા, જમવાનું પિરસાયૂં અને બધાએ જમવાનું ચાલુ કર્યું.  રોટલીના રાઉન્ડ ચાલુ થયા અને લોકો અડધે પહોંચી ગયા ત્યાં સુધી ઝોકા ખાતા યજમાને થાળીને હાથ સુધ્ધાં ન અડાડ્યો! અમે પુછ્યું કે ‘પારણા નથી કરવાના?’ તો બગાસું ખાતા એ કહે ‘મારે બ્લાઇન્ડ છે.’ જય શ્રી કૃષ્ણ!

મસ્કા ફન
કાચી કેરીની ચીરી જેવી તું,
એક્કા અને દૂરી પછી
બ્લાઇન્ડમાં ખુલેલી તીરી જેવી તું.
9,887

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , . Bookmark the permalink.

4 Responses to જિંદગી એક જુગાર

 1. Ketan કહે છે:

  Wah this article is hilarious with sarcasm of the real life facts. It sent a good message and maintain the dignity of the article and lot to learn from it.
  Very nice. Loved it.

  Like

 2. sanatkumar c dave કહે છે:

  dearest બધીરભાઈ સુપેર્બ લેખ ને તેમાયે આ “પંચ” લાયીન તો :…

  આવા જ એક પત્તાના શોખીન મિત્રને ત્યાં પારણાના દિવસે જમવા જવાનું થયું. અમે બધા ટેબલ પર બેઠા, જમવાનું પિરસાયૂં અને બધાએ જમવાનું ચાલુ કર્યું. રોટલીના રાઉન્ડ ચાલુ થયા અને લોકો અડધે પહોંચી ગયા ત્યાં સુધી ઝોકા ખાતા યજમાને થાળીને હાથ સુધ્ધાં ન અડાડ્યો! અમે પુછ્યું કે ‘પારણા નથી કરવાના?’ તો બગાસું ખાતા એ કહે ‘મારે બ્લાઇન્ડ છે.’ જય શ્રી કૃષ્ણ!…….

  gbu jsk jmj jj ઓમ નમઃ શિવાય…

  દાદુ…

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s