ઇસસે દૂર રહના હૈ મુશ્કિલ બડા – બટાટા વડા


To read this and other articles online on Feelings EMagazine, click on the image.

To read this and other articles online on Feelings EMagazine, click on the image.

વિશાળ વૃક્ષ નીચે ઊગેલા છોડનો વિકાસ જોઈએ તેટલો થતો નથી એવું જોવા મળ્યું છે. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે પણ એની લોકપ્રિયતા ક્રિકેટ જેટલી નથી. રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી પણ સચિન જેટલા જ પ્રતિભાશાળી અને સફળ હતા પણ જેટલી વાહ વાહ અને ચર્ચા સચિનની થઇ છે એટલી દ્રવિડ-ગાંગુલીની નથી થઇ. અમારે આ યાદીમાં ફક્ત બટાટા વડાનો ઉમેરો કરવો છે જે આજકાલ એના સમકાલીન એવા દાળવડા, ભજીયા, ગોટા, ગાંઠીયા, ફાફડા અને ચોળાફળી સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.

Batata Vadaજે બટાટા વડા ઉપર અનિલ કપૂર-માધુરી દીક્ષિતની ફીલ્મ હિફાઝતમાં એક આખું ગીત ફિલ્માવવામાં આવ્યું હતું એની એવી હાલત છે જેવી એક જમાનામાં શશી કપૂરની હતી. શશી કપૂરને દીવાર, ત્રિશૂલ અને સુહાગ જેવી સુપર હીટ મેળવવા માટે અમિતાભ સાથે જોડી બનાવવી પડતી હતી એમ જ બટાટા વડાએ ભજીયા, કાંદાની ટીકડી કે ગોટા સાથે જોડી બનાવવી પડે છે. દુકાનદારો પણ પડ્યા ઉપર પાટું મારતાં હોય એમ મિક્સ ભજીયા તોલતી વખતે ‘સાહેબ, બટાટા વડા નાખું?’ એમ પૂછતાં હોય છે. સાંભળીને અમને તો ચટણીની કટોરીમાં ડૂબી મરવાનું મન થાય છે.

એક જમાનામાં મહેમાનને શ્રીખંડ-પૂરી જમાડતી વખતે સાથે ફરસાણમાં ગરમાગરમ ઝારા-ફ્રેશ બટાટા વડા પીરસવાનો રીવાજ હતો. ભજીયાનો નંબર એ પછી આવે. એક બાજુ બાફેલા બટાટાના માવામાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ, લીલી છમ્મ કોથમીર, મીઠું-હળદર, ચપટી ખાંડ અને લીંબુનો રસ નાખીને બનાવેલા પૂરણના આછી લીલી ઝાંયવાળા નાના ગોળા બનાવ્યા હોય. બીજી બાજુ કડાઈમાં તેલ ઉકળી રહ્યું હોય અને એમાં સ્વીમીંગની રીલે ઇવેન્ટમાં એક પછી એક ખાબકતા સ્વિમરોની જેમ ચણાના લોટના ખીરામાં ડબોળેલા પૂરણના ગોળા તેલમાં ખાબકતા હોય એ જોવાનો લ્હાવો જ અનોખો છે. તળાઈને સાધારણ લાલાશ પડતા સોનેરી રંગના બનેલા વડાને તારવીને ઝારામાં કાઢતાની સાથે જ તેમાંથી નીકળતી વરાળમાં ભળેલી તળાયેલા બેસનની ખુશ્બુ ઉપવાસીઓને ઉપવાસ તોડવા મજબુર કરી દે એવી હોય છે.

સાદગી સાથે સ્વાદ એ બટાટા વડાની ખૂબી છે. દાળવડા સાથે કાંદા કે મરચાં જ જોઈએ, ગાંઠિયા સાથે સંભારો જ જોઈએ, ફાફડા સાથે કઢી જ જોઈએ એ સિવાય જમાવટ ન થાય. પણ ગરમા ગરમ બટાટા વડા એવો ભાવ ખાતા નથી. એને ટોમેટો કેચપ, ફૂદીના કે કોથમીર મરચાની ચટણી, ખજૂર-આમલીની ચટણી સાથે કે એકલા પણ ખાઈ શકાય છે. નાસ્તાથી લઈને ભોજનની થાળી સુધી બટાટા વડાને સ્થાન છે. લગ્નના જમણવારના મેનુમાં કદી દાળવડા, ગાંઠીયા, ફાફડા કે કાંદા વડાને જોયા? પણ બટાટા વડા હશે.

દેશમાં સિંહોની સંખ્યા અને મારા જેવા બટાટા વડાના શોખીન લોકોની વસતિ સરખી જ હશે. નશા માટે બધી જાતના પીણા સહેલાઈથી મળતા હોય છતાં અમુક લોકોને ભાંગ જ ફાવતી હોય છે એમ બટાટા વડા ખાનારા અમારા જેવા વિરલ જ હોય છે. બાજુમાં પડેલા દાળવડા, ગોટા કે કાંદાવડાને પડતા મુકીને બટાટા વડાને ઉપાડવા માટે માણસમાં સમાજ સામે બંડ પોકારવા જેટલી હિંમત હોવી જરૂરી છે. સામે પક્ષે સમાજે આટલું દુર્લક્ષ સેવ્યું હોવા છતાં બટાટા વડાએ ક્યારેય રેલી કે ચક્કા જામ કરીને કોઈની પ્રાત:ક્રિયા ખોરવી હોય એવા કિસ્સા ધ્યાન ઉપર નથી. એક જ ડીશમાંથી ઘણા લોકો ખાતા હોય ત્યારે બટાટા વડા માટે ‘તું લે’ ‘તું લે’ જ ચાલતું હોઇ બારમા ખેલાડીની જેમ માનભેર ડગ-આઉટ એટલે કે ડીશમાં બેસી રહેવામાં એમને નાનામ નથી.

આપણે ત્યાં ઘણા શહેરો એમની ટ્રેડમાર્ક સમી વાનગી માટે મશહૂર છે. સુરતનો લોચો, આણંદની સેવ ખમણી, નડિયાદની ભાખરવડી, ડાકોરના ગોટા, જામનગરની કચોરી, રાજકોટના ઘૂઘરા, ભાવનગરના ગાંઠીયા, ગોંડલના ભજીયા, પોરબંદરની ખાજલી, કચ્છની દાબેલી વગેરે વખણાય છે. પણ કોઈ શહેરે બટાટા વડા ક્ષેત્રે નામ કાઢ્યું હોય એવું અમારી જાણમાં નથી. આમ જ ચાલશે તો એક દિવસ બટાટા વડા બનાવવાની કળા લુપ્ત થઇ જશે. સરકારે પણ આ કળા લુપ્ત ન થાય અને સમાજને સારા કારીગર મળી રહે એ માટે આઈટીઆઈમાં બટાટા વડા મેકિંગનો ટ્રેડ ચાલુ કરવો જોઈએ એવી અમારી લાગણી છે.

બટાટા વડા એક ગૃહિણી જેટલા વર્સેટાઈલ અને કમિટેડ છે. ગૃહિણી ઘર માટે પોતાની જાત ઘસી નાખતી હોવા છતાં નેપથ્યમાં રહીને પોતાના ઘરને ઉજાળી બતાવે છે એ જ રીતે બટાટા વડા પોતાની જાતને વડા-પાઉંના પાઉંમાં વિલીન કરીને તેને અદભુત સ્વાદ બક્ષે છે. દક્ષિણમાં બોન્ડા તરીકે ઓળખાતા બટાટાવડા એક એવી વાનગી છે જેને ઉત્તર અને દક્ષિણ ભારતીયો બન્ને એ સરખો પ્રેમ આપ્યો છે અને એ રીતે એ આપણી રાષ્ટ્રીય એકતાની ભાવનાને પોષે છે. તો આવો આપણે આ અદભુત વાનગીને તેનું અસલ ગૌરવ પાછું અપાવીએ.

सुन भाई साधो … કેટલાક લોકો સીતાફળ જેવા હોય છે – ખુબ બધા છોતરાં-બિયાં કાઢો પછી થોડું સત્વ જડે.

Link Video Song : Batata Vada – Madhuri Dixit, Anil Kapoor, Hifazat

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , . Bookmark the permalink.

8 Responses to ઇસસે દૂર રહના હૈ મુશ્કિલ બડા – બટાટા વડા

 1. અનામિક કહે છે:

  jou bhi hoye Potato wada alwys unbeatable :p

  Like

 2. અનામિક કહે છે:

  Very interesting. My mouth is watering now. 🙂 I am batatawada crazy person.

  Like

 3. Ravi Kumar કહે છે:

  બટાટાવડા મારી હોટ ફેવરીટ ડીશ છે. સૂકા ભઠ્ઠ ચણાનાં લોટના ભજિયામાંથી મને કોઈ સ્વાદ નથી આવતો. પણ બટાટાવડા તો પંચરંગી સ્વાદ ધર

  Like

 4. Ravi Kumar કહે છે:

  લગ્નમાં પણ હું ભજિયાનાં થાળમાંથી વડા ગોતી ગોતીને ખાઉં છુ. વડા ખાવામાં મારો રેકર્ડ ઘરમાંથી કોઈ તોડી શકતુ નથી. ઘરનાં ત્રણ મેમ્બર્સ અને સામે આપણે એકલ વીર. લગભગ વીસેક વડા જેવો મારો રેકર્ડ રહે છે. તેનો પંચરંગી ટેસ્ટ અને વડાનો ફોટો જોઈ મોઢામાં પાણી આવી ગયા.

  Liked by 1 person

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s