નુડલ્સને સેવ કહેવાય કે નહિ?


કોર્ટે કહી દીધું છે કે બે મીનીટમાં તૈયાર થતી એક ચોક્કસ બ્રાન્ડની નુડલ્સ ઘઉં કે મેંદાની સેવ ગણી તેના પર સેલ્સ ટેક્સ કે વેટ ન લેવો. ૧૯૮૬થી અત્યાર સુધી આ સેવ પર સેલ્સ ટેક્સ નહોતો લાગતો. સરકાર હવે વેટ વસુલવા માંગે છે. સરકારનું કહેવું છે કે નુડલ્સ સેવ નથી. આ હુકમથી સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ ઓછો મળશે. સરકાર અપીલ કરે અને કોર્ટના આ હુકમથી વિપરીત ચુકાદો ન આવે ત્યાં સુધી નુડલ્સ એ સેવ રહેશે અને સેવ-ટામેટાનાં શાકમાં નુડલ્સને સેવ તરીકે એ કાયદેસર રીતે વાપરી શકાશે. જો કોઈ કાઠીયાવાડી ધાબુ આમ કરતુ હશે તો આરોગ્ય વિભાગ એની સામે કાયદેસર પગલાં લઈ શકશે નહિ, અને એ કહેવાતું સેવ-ટામેટાનું શાક જપ્ત પણ નહીં કરી શકે.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

જોકે આ આખી વાત એ પ્રશ્ન ઉભો કરે છે કે સેવ કોને કહેવાય? સેવ કેવી હોય? આપણે જુદી જુદી જાતની સેવ ખાઈએ છીએ. સેવ ઘઉં, મેંદા, ચોખા, અને ચણાના લોટની બને છે. ભેળમાં નખાય છે એ નાયલોન સેવ છે. જોકે કોટન સેવ જેવું કશું બજારમાં મળતું નથી. હોત તો એ નાયલોન સેવ કરતાં ચોક્કસ મોંઘી હોત એટલું ખાતરીપૂર્વક કહી શકાય. નાયલોન સેવ પાતળી હોય છે. એનાથી જાડી રતલામી સેવ હોય છે. જે ઘરમાં ફિક્કી અને ખરાબ દાળ બનતી હોય તો એમાં રતલામી સેવ નાખી દાળનો ટેસ્ટ એન્હેન્સ કરી શકાય છે. રતલામી સેવ તીખી હોય છે. બિન-રતલામી સેવ એજ સાઈઝની હોય છે અને ઓછી તીખી હોય છે, જે સેવ-ટામેટાનાં શાકમાં વપરાય છે. જેમ કાળી ધોળી રાતી ગાય દૂધ તો સફેદ જ આપે છે અને એ દૂધમાંથી પેંડા, બરફી, બટર, ચીઝ વગેરે બને છે, એમ જ ચણાનો લોટ પણ સેવ, ભજીયા, ગોટા, ગાંઠીયા, ખાંડવી, ફાફડા એવા જુદા જુદા રુપ ધારણ કરી શકે છે. ચણાનો લોટ ઈશ્વરની જેમ એક છે, પણ જુદાજુદા ધર્મોમાં વર્ણવ્યા મુજબ એનાં સ્વરૂપ જુદાજુદા છે.

ડિક્સનરીમાં સેવ એટલે લાંબી સળી જેવી વાનગી એવો અર્થ આપેલ છે. આ રીતે જોઈએ તો ચણાના લોટમાંથી બનતી સેવને પણ સેવ ન કહેવાય કારણ કે એ લાંબી સળી જેવી નથી હોતી. મતલબ કે એ સળી જેવી હોય છે, પણ લાંબી તો નથી જ હોતી. નાયલોન સેવ તો સળી જેવી નહિ, લચ્છા જેવી હોય છે. નુડલ્સ મશીનમાં બને છે અને એનું ગૂંચળું વાળીને ચોસલાબંધ બનાવવામાં આવે છે. આ રીતે જોઈએ તો રોટલી ઘઉંના લોટની પાતળી વણીને થતી ગોળ વાનગી છે અને કાયદામાંથી છટકવું હોય તો રોટલી ચોરસ, લંબચોરસ અથવા અષ્ટકોણ આકારની બનાવી શકાય. જોકે ઘણી જગ્યાએ રોટલી ગોળ નથી જ બનતી અને આનું કારણ એ છે કે વેકેશનમાં રોટલી વણતા શીખવે એવા કોઈ કોચિંગ ક્લાસ નથી હોતાં. એમાં છોકરાં આજકાલ રૂપિયા ખર્ચ્યા સિવાય કશું શીખવામાં માનતા નથી. પણ આ આડ વાત થઈ.

નુડલ્સ માત્ર બે મીનીટમાં બને છે. એક અંદાજ મુજબ બીલ ગેટ્સ બે મીનીટમાં લગભગ પચ્ચીસ લાખ રૂપિયા કમાય છે. એવી અફવા બજારમાં ચાલે છે કે આઇપીએલમાં કરોડોમાં વેચાયેલા અમુક ક્રિકેટરો નુડલ રંધાય એટલી વારમાં આઉટ થઈ જાય છે એ કારણે નુડલ્સ બનાવતી કંપની એમને કંપનીના બ્રાંડ એમ્બેસેડર બનાવવા તલનુડલ છે. એક મજાક એવી ચાલે છે કે પત્ની નુડલ નથી કે એ બે મીનીટમાં તૈયાર થઈ જાય, માટે ખોટી કીકો મારવી કે ખાવી નહિ. અમે માનીએ છીએ કે પત્નીને નુડલ સાથે સરખાવવી જ હોય તો નુડલનાં ગૂંચવાડા તરફ નજર દોડાવવી જોઈએ.

અમારા કઝીનના ત્યાં છત્રીસ જાતની કઢી બને છે. ગમે તેટલા પ્રયત્નો કરે છતાં ભાભી બે વખત એકસરખી કઢી નથી બનાવી શકતાં. આમ જોવા જાવ તો કઢીમાં પાણી, ચણાનો લોટ, દહીં અને મસાલો જ હોય છે છતાં. આ રીતે જુઓ તો નુડલ્સ જલ્દી બને છે અને એનાં સ્વાદમાં વણજોઈતું વૈવિધ્ય નથી આવતું. નુડલ્સની પોપ્યુલારીટીનું કારણ એને રાંધવામાં પડતી સગવડ છે. એક તો એ રાંધવામાં માત્ર પાણીની જરૂર પડે છે. બીજું કે એમાં મસાલાનું પેકેટ તૈયાર આવે છે. ઘણાં તો આ મસાલો શાકમાં પણ નાખે છે જેથી શાકનો સ્વાદ સહ્ય બને. એ પણ પાછું ડાઈનીગ ટેબલ પર, રાંધનારની જાણ બહાર. અમે આને થાળીમાં વઘાર કરવો કહીએ છીએ. રસોઈ પીરસાઈ જાય પછી થાળીમાં જ વાનગીઓ પર મીઠું, મરી, ચાટ મસાલા. સાલસા, દહીં, સોસ, ખાંડ, ચટણી વગેરે નાખી વાનગીને ખાવા યોગ્ય બનાવવાની ક્રિયાને થાળીમાં વઘાર કરવો કહે છે.

એક સમયે ઘેંશ રાંધવી સૌથી સહેલી ગણાતી હતી. જે કન્યા ઘેંશ રાંધવામાં પણ લોચા મારતી હોય એની મમ્મીને સાસુઓ મન મુકીને ચોપડાવતી. આજે ઘેંશનું સ્થાન ઇન્સ્ટન્ટ નુડલ્સે લીધુ છે. પહેલા કહેવત હતી ‘આવડે નહીં ઘેંશ અને રાંધવા પેસ’ પણ હવે કહેવું પડે કે ‘આવડે નહીં મેગી ને રહું સૌના ભેગી’. આવા કેસ ફલેટે-ફલેટે મળી આવે. સરકાર જો એવો નિયમ કરે કે લગ્નના જમણવારમાં કન્યાને રાંધતા આવડતી હોય એવી જ વાનગીઓ જ પીરસી શકાશે, તો એ દિવસ દુર નથી કે આપણે ત્યાં મેગીના જમણવારો ય થવા માંડે ! n

મસ્કા ફન
કમસેકમ ફાસ્ટ ફૂડ તો ફાસ્ટ બનાવ બકા …

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s