ભારતમાં ટૉપલેસ ફરી ક્યારે?


NGS

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી

મેરિકા અને કેનેડા આપણાથી ઘણી બાબતોમાં ઘણાં આગળ છે. જોકે આ વાત એવી છે જેમાં એમને આગળ કહેવા કે પાછળ એ પણ એક સવાલ થાય અને એ વિષય પર ચર્ચા થઈ શકે. થોડા સમય પહેલાં કેનેડામાં સ્ત્રીઓએ ‘બેર વિથ અસ’, બેનર્સ સાથે શરીરના ઉપરાર્ધને અનાવરિત રાખવાના અધિકાર માટે રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓએ ભાગ લીધો હતો અને એ રેલીના સમાચાર વાંચવામાં વિશ્વભરના પુરુષોએ રસ બતાવ્યો હતો. થોડાં વખત પહેલા હાડકાનાં માળા જેવી દીપિકાએ પણ ‘માય બોડી માય ચોઈસ’ ઝુંબેશ ઉપાડી હતી, જેને ઘણાં પુરુષોએ પણ ટેકો આપ્યો હતો.વર્ષો પહેલા પ્રોતિમા બેદીએ જુહુ બીચ પર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં દોટ લગાવી સનસનાટી મચાવી હતી. મુંબઈમાં ઘણાં લોકોએ એ ઘટના પછી બીચ પર ચાલવા જવાનું શરુ કર્યું હતું. અમદાવાદ આ બાબતે હજુ પાછળ છે. મુંબઈમાં વરસાદ પડે તો રાજકોટ અને સુરતમાં લોકો ભલે છીંકો ખાતાં હોય પણ આ બાબતમાં મુંબઈની બરોબરી કરી શકે એવું કોઈ નીકળ્યું નથી. એ વાત અલગ છે કે નગ્ન દોટ મુકવામાં મહિલાઓ નહિ પુરુષો આગળ છે, અને એ પણ શારીરિક નહિ ધંધાકીય બાબતોમાં!

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

ભારતમાં તો વર્ષોથી ખજુરાહોની પ્રતિમાઓ-શિલ્પ અનાવરિત જ છે. દુનિયામાં ભારત કામસૂત્રનાં દેશ તરીકે પણ જાણીતો છે.આમ છતાં આપણા હિન્દી ફિલ્મના પોસ્ટર્સમાં ન્યુડીટી હોય તો એના ઉપર કુચડો ફેરવવામાં આવે છે, પણ કોઈ ખજુરાહોનાં શિલ્પોને કપડાં નથી પહેરાવી આવતું. કેમ? મૂર્તિઓ બરોબર ફીટ કરેલી છે, અને એમ કપડાં પહેરાવી બટન બંધ કરવા ફાવે નહિ, બાકી આપણી પ્રજા એ પણ કરે તેવી છે! પણ અમને આનંદ છે કે કેનેડાની સ્ત્રીઓ સમાનતા માટે લડી રહી છે. પુરુષો જો ઉઘાડા ફરી શકે તો સ્ત્રીઓ કેમ નહિ? સલમાન શર્ટ ફગાવી શકે તો સની કેમ નહિ? સલમાન શર્ટ ફગાવે તો એ કુલ ગણાય અને સની ટોપલેસ થાય તો એ પોર્ન ગણાય. આ ભારતનો ન્યાય હોય, તો એ અન્યાય છે.

પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવેલી સની લીઓનીનાં સાડી પહેરેલાં ફોટા સોશિયલ મીડિયામાં ‘સાડીમાં આ ઓળખાય છે?’ એવા કેપ્શન સાથે વાઈરલ થયા છે. અને વાત પણ સાચી છે. જે લોકોને તમે કાયમ લેંઘા સાથે કાણાવાળા ગંજીમાં જ જોયા હોય, તેને તમે સુટબુટમાં જુઓ તો બે ઘડી આંખોને વિશ્વાસ ના પડે કે ‘અલ્યા રમણીયા, તુ ચે દા’ડાનો શૂટ પેરતો થઈ જ્યો?’

આમ જુઓ તો અમે તો આ સ્ત્રીઓને ટોપલેસ જવાની સ્વત્રંતા આપવાને બદલે પુરુષોની ટોપલેસ ફરવાની સ્વતંત્રતા છીનવી લેવાના મતનાં છીએ. કેટલીકવાર વિશાળ ફાંદ, ફાંદ પર પરસેવો, અને એ પરસેવાવાળી ફાંદ પર રીંછ જેવા વાળ ધરાવતાં લોકો મોલમાં ચેન્જરૂમ ખાલી ન હોવાથી ખૂણામાં જઈને શર્ટનો ટ્રાયલ લેતા જોવા મળે છે. ન કરે નારાયણ અને કોઈ મહિલાની નજર એ બાજુ જાય અને આછા અજવાળામાં રીંછને શર્ટમાં ઘુસવાનો ટ્રાય કરતું જુવે તો છળી મરે કે નહિ? જોકે પુરુષોમાં આ બધું સામાન્ય છે. સલમાન કે જોન અબ્રાહમ પણ ટોપલેસ થાય તો બહુ ઓછા પુરુષોને આનંદ થતો હશે. જેમને થતો હશે, એ અલગ પ્રકારનાં હશે.

ભારતમાં ટોપલેસ જવામાં મોરલ પોલીસ, નકલી પોલીસ, અને અસલી પોલીસ બધા નડે. આપણે ત્યાં રીવરફ્રન્ટ પર બેઠેલા કપલ્સને સાથે તોડ થાય છે. અથવા ક્યારેક ડંડાવાળી થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આપણે ત્યાં કુંભમેળા અને રાજકારણમાં લોકો સંપૂર્ણપણે નિર્વસ્ત્ર થઈને ફરી શકે છે. આજ કારણથી નાસિકમાં ચાલી રહેલા સિંહસ્થ કુંભમેળામાં રાજકારણીઓ સાથે ગયેલા સુરક્ષાકર્મીઓને નાગાબાવાઓ વચ્ચેથી પોતાના સાહેબોને શોધવામાં મુશ્કેલી પડે તેવી વકી છે. આવા સાહેબોને સરળતાથી શોધી શકાય એ માટે એમના માથે લાલ બત્તી લગાવવી જોઈએ એવું અમારું નમ્ર સૂચન છે.

વળી ભારતમાં પુષ્કળ ગરમી છે. એટલે કેનેડા અને અમેરિકા કરતાં ઓછાં કપડાં આપણે ત્યાં જરૂરીયાત છે. ખરેખર તો ટોપલેસ જવાથી કપડાની બચત થશે અને આપણે કાપડ એક્સપોર્ટ કરી શકીશું. સાડા પાંચ મીટરની સાડી છોડીને સાડા ત્રણ મીટરનાં ડ્રેસ પર આવવાથી ઘણી બચત ઓલરેડી થઈ રહી છે ત્યારે, બિકીની પર આવવાથી આ સાડા ત્રણ મીટર કાપડને બદલે માત્ર એક મીટર જેટલાં કાપડમાં કામ પતી જતું હોય તો ખોટું શું છે? અરે, મીટર પણ શું કામ? બિકીની તો કદાચ દરજીને ત્યાં વધેલા કટપીસમાંથી પણ બની જાય!

અનેક બાબતમાં વિદેશની નકલ કરતાં આપણે આ બાબતમાં પણ કેનેડાને પછાડી જ દેવું જોઈએ. ગે પરેડ થાય છે, તો ટોપલેસ પણ થઈ શકે. મોરલ પોલીસ આપણને કાંકરિયા લેકફ્રન્ટ કે સાબરમતિ રીવરફ્રન્ટ પર આવી પરેડ કરતાં રોકી ન જ શકે. જોકે અમદાવાદમાં ગરમી અને ધૂળથી બચવા હવે તો પુરુષો પણ બુકાની બાંધીને ફરે છેત્યારે બિકીની કે ટોપલેસની કલ્પનામાં હોપ-લેસ છે, જવા દો ત્યારે!

મસ્કા ફન
નાગાઓના ફેશન શોમાં વોર્ડરોબ માલ ફંકશન જેવું કંઈ હોતું નથી.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s