સિવિલ એન્જીનીયરનો પ્રેમપત્ર


Cutting With AB

પ્રિય રેતાલી,

તને જયારે મેં પહેલી વાર જોઈ ત્યારે હોળીના અઠવાડિયામાં સાઈટ પર મજુરો કામ કરવા આવ્યા હોય અને જેટલો આનંદ થાય એટલો આનંદ મને થયો હતો. મને એક્ઝટ યાદ છે, કે હું પ્લેટીનમ પ્લાઝાની સાઈટની બાજુના કોમ્પ્લેક્સમાં આવેલી હાર્ડવેરની દુકાને, રવિવારે પણ હંમેશ મુજબ કામ ચાલુ હોવાથી, પાવડાના હાથા લેવા આવ્યો હતો અને તું કદાચ બાજુના પાર્લર પર દહીં લેવા આવેલી. એ જ વખતે દુનિયાની કોઈપણ વસ્તુ બાઈક પર હેરફેર કરી શકાય છે એવું મને લેબર કોન્ટ્રકટરો પાસેથી શીખવા મળ્યું છે એ ટેસ્ટ કરવા મેં છ હાથા નાઈલોનની દોરીના સહારે એક તરફ હુક પર અને બીજી તરફ ફૂટ રેસ્ટ પર મૂકી બાઈક ચાલુ કર્યું હતું. પણ બીજી જ મીનીટે એ હાથા નીચે જમીન પર રખડતા થઈ ગયા હતા. તે એ વખતે મારી મુર્ખામી પર તે બહુ માર્મિક સ્મિત આપ્યું હતું એ મને હજુ યાદ છે!

ત્યાર પછી તો બસ જ્યાં અને ત્યાં મને તારા જ દર્શન થાય છે! આજે તને ફ્લાયઓવરનાં કામની જેમ ધીમે ધીમે ચાલતા જોઈ. તારા ૫૦ મીમીનાં સેન્ડલની પેન્સિલ હિલ પર તારા પાંસઠ કિલોના લાઈવ લોડથી સર્જાતા પોઈન્ટ લોડથી વરસાદથી ભીની સોફ્ટ Earthમાં ખરા અર્થમાં પંક્ચર પડતા હતા. આ જોઇને એક વિચાર એવો પણ આવ્યો કે તું જો સપાટ સોલવાળા સેન્ડલ પહેરીને કાચા રોડ ઉપર કેટ-વોક કરે તો રોડનું રોલિંગ-કોમ્પેકશન મુનસીટાપલીના સ્પેસીફીકેશન કરતા પણ વધુ ડેન્સીટીનું થાય!

એમાય તું જે રીતે ચાલતા ચાલતા તું મોબાઈલને સેલ્ફી મોડમાં મૂકી પફ વડે મેકપ સરખો કરતી હતી તે જોઇને ભીંત ઉપર લેલાથી માલ મારીને એની ઉપર મસ્ટર ફેરવીને ફીનીશીંગ કરતો કડિયો યાદ આવી ગયો! સાચું કહું? મેક-અપ કરવાથી તારા સેન્ડફેસ પ્લાસ્ટર જેવા ગાલ માલા પ્લાસ્ટર જેવા લીસ્સા થઇ જાય છે!તું તારા ગાલ ઉપર બારમાસીના ફૂલની જેમ ખીલી ઉઠતા ખીલની વાત કરતી હતી ને? મને એ ખીલને સંતાડવાનો ઉપાય સાઈટ ઉપર ચાલતાપેઈન્ટીંગમાંથી જડી ગયો છે! અમારી સાઈટનો ધોળવાવાળો રામ ખીલાવન પ્લાસ્ટિક પેઈન્ટ લગાવતા પહેલા જે રીતે દીવાલ ઉપર લાપી અસ્તર મારે છે એમ જ તું પણ તારા ચહેરા ઉપર પહેલાં બે હાથ ફાઉન્ડેશનના મારી દઈશ તો નબળા કોન્ક્રીટમાં થયેલા હની કોમ્બિંગ જેવી તારા ગાલની સપાટી મિરર ફીનીશ્ડ ગ્રેનાઈટ જેવી થઇ જશે. એટલું જ નહિ પણ મગના દાણા જેવડા ખીલપણ ૨૦ મીલીમીટરનાં કવર જેવા મેકઅપના લેયર નીચે દબાઈ જશે. રહ્યો સવાલ મેક-અપ ઉતારવાનો તો એના માટે પાવડા તગારા સાથેના મજૂરનો એક રોજ ભરી આપવાની મારી ગેરંટી. આમ પણ અત્યારે ચોમાસાને કારણે સાઈટ ઉપર કામ બંધ છે,અને મજૂર પણ નવરા છે.

સાચે કહું રેતાલી, તારી બ્લેક ગ્રેનાઈટ જેવી કાળી આંખોમાંજોઉં ત્યારે મને તુંમારા ઘરના કિચનમાં ગ્રેનાઈટ પ્લેટફોર્મ પર ચા બનાવતી દેખાય છે.હવે તો રસ્તા ઉપરનાં પોટ-હોલ્સ પણ મને તારા ગાલમાં પડતા ખંજન જેવા લાગે છે.પ્રિયે, તારા પગમને બાલ્કનીની પેરાપેટમાં લગાવેલી પ્રીકાસ્ટ થાંભલીઓ જેવા અને તારીલાંબી ડોક ૯ ઇંચ ડાયાનાં કોલમ જેવી લાગે છે. કોઈ વગદાર માણસના મકાનને બચાવવા વાંકાચૂકા બનાવેલા બી.આર.ટી.એસ.ના ટ્રેક કે ફ્લાયઓવરના વળાંકો મનેતારી કમરના વળાંકો જેવા લાગે છે અને કદાચ એટલે જ ફ્લાયઓવર ઉતરતા હું બાઈક બંધ કરી દઉં છું, જોકે બધાને લાગે છે કે હું અમદાવાદી છું અને પેટ્રોલ બચાવવા આવું કરું છું.

તારું બોલવું, બે પાકી ઇંટો અથડાવવાથી આવતાં મેટલીક રીન્ગીંગ સાઉન્ડ જેવું લાગે છે. તું પગથીયા ઉતરે ત્યારે જાણે સામાન ખાલી કરીને નીચે ઉતરતી કન્સ્ટ્રકશન હોઇસ્ટ સમાન ભાસે છે. મોસમના પહેલા વરસાદમાં પલળ્યા પછી જયારે તું ભીના વાળ ઝાટકતી હોય ત્યારે તારું સદ્યસ્નાતાસ્વરૂપ ક્યોરિંગ કરેલા પ્લાસ્ટરવાળી દીવાલની જેમ શોભી ઉઠે છે.તારા બદનની ખુશબો ધોળવા માટે ફાડેલા ચુનાની સુવાસની જેમ આખા પ્લોટનાં ઈંચે ઈંચમાં ફરી વળે છે.તારા ભીના પગથી વિટ્રીફાઈડ ટાઈલ્સ ઉપર પડતા પગલા તાજાં આઈપીએસ ઉપર ચોકીદારના ટેણીયાએ પડેલા પગલાની જેમ મારા હૈયા ઉપર કાયમ માટે અંકિત કરવા હું તલપાપડ છું.

તને પ્રોમિસ કરું છું કે, આઈ વિલ ‘ટર્ન ડ્રીમ ઇન ટુ કોન્ક્રીટ રીઆલીટી’. અને પેલી સિમેન્ટ કંપનીમાં કહે છે ને એમ ‘વ્હેર સ્ટ્રેન્થ મેટર્સ’ હું છું જ તારી સાથે. જયારે તું પણ એન્જીનીયર છે, અને હું પણ એન્જીનીયર છું ત્યારે તું મને ‘એન્જીનીયર્સ ચોઈસ’ બનાવી દે. મને ખબર છે કે સ્ત્રી-શક્તિની સામે ભલભલા સિમેન્ટની ‘વિરાટ કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ’ઓછી પડે. બસ, તું જેમ સિમેન્ટમાં એડમિકસર ભળે છે, એમ મારી જીંદગીમાં તું ભળી જા. અત્યારના મંદીના સમયમાં મારી સાથે લગ્ન કરવાની હા પાડી દે અનેતારી રોડ-રોલર જેવી સ્પીડ છોડી ડેબ્રીસ લઇ જતાં ડમ્પરની જેમ દોડતી મારી પાસે આવ. મને મળવા માટે કારણ શોધીશ નહિ. બસ,વગર ટેન્ડરે મળતા મુનસીટાપલીનાં કામની જેમ તું મળમને! આશા રાખું કે આ પત્રનો તું સ્પષ્ટ જવાબ આપીશ અને મિક્સર મશીનની જેમ મને ગોળ-ગોળ નહીં ફેરવે. બસ હવે તો જીંદગીમાં એક જ તમન્ના રહી છે કે તું તારો સત્તરસો સ્ક્વેર ફૂટનો ફ્લેટ છોડી મારા ટુ-બીએચકે ઘરમાં કાયમ માટે આવી જાય.

એજ લી. તારો
રેતાળ સોરી હેતાળ …
હિતેશ

મસ્કા ફન
ગુલાબ જાંબુને ઢાંકવા પડે ઢેબરાંને નહિ!

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

2 Responses to સિવિલ એન્જીનીયરનો પ્રેમપત્ર

  1. Thank God my hubby is not a civil engineer 😋😜

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s