વડના વાંદરાંને અમસ્તા ડીસ્ટર્બ ના કરવા


વેકેશનમાં જ્યારથી મારા ભાણેજડા, એટલે કે સાગર ઉર્ફે શેતાન શેગી અને માર્ગી ઉર્ફે મેગી ખાઉં મેગી આવ્યા છે ત્યારથી બહેરી પ્રિયા દિવસમાં ત્રણ વાર ‘આ બંને જણા વડના વાંદરાં ઉતારે Vad Kera Vandra-2એવા છે’ એવી ફરિયાદ કરે છે. મેં કહ્યું કે ‘આપણા ઘર પાસે ક્યાં વડનું ઝાડ છે? અને કેટલાય સમયથી વાંદરાં પણ આવ્યા નથી!’ તો એ કહે ‘અરે એમ કહેવાય. એ રૂઢી પ્રયોગ છે.’ પણ શી ખબર મને આ ‘વડના વાંદરા ઉતારવા’ રૂઢી પ્રયોગ કદી સમજાયો નથી. આમ તો મોટે ભાગે તો એ તોફાની કે ઉપદ્રવી છોકરાં માટે પ્રયોજાતો આવ્યો છે. પણ વાંદરા અને તે પણ વડના જ કેમ? એ હજી અમને સમજાયું નથી. વૃક્ષ એ વાનરો માટેનું આશ્રય સ્થાન ગણાય અને વડનું ઝાડ ઘટાદાર હોવા ઉપરાંત એના ટેટા એમનો ભાવતો ખોરાક ગણાય એટલે વડના ઝાડ ઉપર વાંદરાની હાજરી હોય એ સ્વાભાવિક છે. એમના લાંબા પૂંછડા અને વડવાઈઓ વચ્ચેના સામ્યને લીધે એમને થોડું વસ્તી જેવું લાગતું હોઈ શકે. પણ એ બિચારા ત્યાં નિરાંતે બેઠા બેઠા ટેટા ખાતા હોય, એકાબીજાના માથામાંથી જુઓ વીણતા હોય કે ખંજવાળતા હોય ત્યારે એમને નીચે ઉતારવાની કોઈ જરૂર ખરી? એમને અમસ્તા નીચે ઉતારવાનું કોઈ કારણ પણ હોવું જોઈએ ને?

તમારે વાંદરાનું કંઈ કામ હોય અને એને નીચે બોલાવો એ હજી સમજી શકાય. તમે કહેશો કે અમારે વાંદરાનું શું કામ પડે? તો તમારે Youtube પર ‘Monkey doing home work’ લખીને સર્ચ કરીને જોઈ લેવું જોઈએ. એ લીસ્ટમાંના એક વિડીયોમાં વાંદરાને વાસણ માંજતો અને કપડા ધોતો જોઇને તો બહેરી પ્રિયા અમારા કામવાળા દંપતી શંકર-સિન્ડ્રેલાને છુટા કરીને વાંદરું પાળવાની જીદ પર ઉતરી આવી હતી. એણે તો વાંદરાઓને રોટલી નાખી નાખીને પટાવવાનું પણ ચાલુ કર્યું હતું. પછી મેં એને સમજાવી એટલે ‘તમે છો પછી મારે વાંદરાની જરૂર નથી’ એમ કહીને મન વાળ્યું હતું.

આ રૂઢીપ્રયોગમાં વડનો ઉલ્લેખ સૂચક છે. વડના બદલે બીજા ઝાડ પરથી વાંદરાને ઉતારવાનું એટલું મહત્વ જણાતું નથી. જેમ કે લીમડા પરથી વાંદરા ઉતારવા કે ચણાના ઝાડ પરથી વાંદરા Vad Kera Vandra-1ઉતારવા એવો રૂઢી પ્રયોગ વપરાતો હોવાનું અમારી જાણમાં નથી. ટેટા સિવાય વાંદરાને પણ વડ માટે વિશેષ પ્રીતિ હોવાનું કોઈ કારણ જણાતું નથી. બદામ, પીપળો, ગુલમહોર અને ગરમાળા જેવા ઝાડ પર પણ વાંદરા જોવા મળે જ છે. ઉલટાનું સો દોઢસો રૂપિયે કિલોના ભાવની કેરીઓ મફત ખાવા મળતી હોય તો કોઈ લાખ રૂપિયા આપતું હોય તોયે અમે ન ઉતરીએ ત્યાં વાંદરાનો તો સવાલ જ ઉપસ્થિત નથી થતો. આ હિસાબે આ રૂઢીપ્રયોગ શોધનારે વડ અને વાંદરા વચ્ચેના મજબૂત જોડ અંગે જરૂર સંશોધન કર્યું જ હશે એમ જણાય છે. મોટે ભાગે તો બધા પ્રયત્નો છતાં વડ પરથી વાંદરાને નીચે ઉતારવામાં એ નિષ્ફળ ગયો હશે અને એટલે જ આ કઠીન અને કષ્ટસાધ્ય કાર્યનો મહિમા કરતો આ રૂઢી પ્રયોગ પ્રયોજ્યો હોઈ શકે. પછી કાળક્રમે એ તોફાની બારકસો માટે વપરાતો થઇ ગયો હોવો જોઈએ.

વાંદરાને વડ પરથી નીચે ઉતારવામાં કોઈ યુક્તિ કે કરામતનો પણ ઉલ્લેખ નથી. કેવી રીતે ઉતાર્યા એ અધ્યાહાર છે. નીચે ઉતરવું જ હોય તો એમને નિસરણીની પણ જરૂર નથી પડતી. અઠંગ વાંદરાઉતારુ ખેલાડીઓ રોટલી પ્રયોગને પણ માન્ય ગણતા નથી. એમનું કહેવું છે કે રોટલીની આશાએ વાંદરું નીચે ઉતરી આવે એમાં કોઈ મેડલો આલવાના ન હોય. વાંદરું એક અબુધ પ્રાણી છે, એને શું ખબર પડે કે રોટલી માટે આપડે નીચે ઉતરીશું એમાં પેલો સ્પોર્ટ્સ ક્વોટા પર નોકરી લઇ જશે. એમની વાત પણ ખોટી નથી. તમે એની સાથેના તમારા અંગત સંબંધ, લાગવગ કે પછી ધાક-ધમકીથી એને નીચે ઉતરવા મજબુર કરી શકો તો એની સમાજમાં નોંધ લેવાય. બાકી રોટલીવાળા તો અહીં ગધેડે પીટાય છે.

બીજી બાજુ વાંદરાની પરિસ્થિતિ વિષે પણ વિચારવા જેવું છે. ધારોકે આપણે વાંદરાની જગ્યાએ હોઈએ તો આપણે શું કરીએ? કલ્પના કરો કે એક રવિવારની સવારે તમે ઝાડની ઉંચી ડાળી ઉપર બેઠાબેઠા શ્રાદ્ધમાં વાંદરાને ખાવાનું નાખવાની જોગવાઈ કરવા માટે સરકાર પર દબાણ લાવવાના રસ્તા વિચારતા બેઠા છો. બીજી ડાળ ઉપર તમારી સહવૃક્ષચરી માથું ધોઈને પુંછડું સુકવતી બેઠી છે. એને રસોઈ કરવાની કે ગરમા ગરમ પીરસવાની બબાલ નથી એટલે શાંતિ છે. થોડે દૂર નીચેની ડાળી પર તમારા બંને વચ્ચેના પ્રેમનું પ્રતિક ગુલાંટીયા ખાવાની પ્રેક્ટીસ કરી રહ્યું છે. તમારી જાતિના બીજા પરિવારો પણ આવી જ કોઈ પ્રવૃત્તિમાં ગૂંથાયેલા છે. એવામાં કોઈ કાળા માથાળો માનવી આવીને કોઈ કારણ વગર, ફક્ત પોતાની બહાદુરી બતાવવા માટે તમને નીચે ઉતરવાની ફરજ પાડે તો તમને કેવું લાગે? સાલું સમાજ આગળ ઈજ્જતના ફાલુદા થઇ જાય કે નહિ? તો એમને કેવું થતું હશે? વાંદરાને પણ ઈજ્જત જેવું કંઈ હોય કે નહિ? માટે એ જ્યાં હોય ત્યાં ભલે બેઠા.

सुन भाई साधो …
મન સાફ હશે તો પેટ પણ સાફ આવશે.
તા.ક.: કાયમ ચૂર્ણથી મન નિર્મળ કરવાની કોશિશ કરવી નહિ.
– બધિરદાસ બાપુ

—–X—–X—–

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

2 Responses to વડના વાંદરાંને અમસ્તા ડીસ્ટર્બ ના કરવા

  1. અનામિક કહે છે:


    https://polldaddy.com/js/rating/rating.jsતમારો શેર જામે છે… તકિયા કલામ બહારગામે છે..
    લખવાની વાત તમને જામે છે.. આજે પ્રતિભાવ લખી દીધો..કાલથી હું કામે છે..

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s