મળે મફત તો ચાંદ પર પ્લોટ લેવાનો છું,
એક રૂપિયાના ત્રણ અડધા કરું એમાંનો છું!
મત્લો કહો કે મક્તો, પણ શેર મજાનો છું,
જલતી શમાનો નહિ મશાલનો પરવાનો છું!
મનગમતો મૌસમ નહિ જાલિમ જમાનો છું,
રાજા અને રાડીયાનું કરી નાખું એમાંનો છું!
મળે જો શાહરુખ તો બે શબ્દો કહેવાનો છું,
તને મારી ફિલમમાં એક્સ્ટ્રામાં લેવાનો છું!
—
કચરા કવિ ‘બધિર’ અમદાવાદી
વાહ કવિરાજ
LikeLiked by 1 person
😀
LikeLike