Category Archives: कहत बधिरा…

અમે આધાર કાર્ડ કઢાવ્યું – ૨

“મેલ કે ફીમેલ?”
“મારી જ એન્ટ્રી ચાલે છે” મેં કહ્યું
“હા એ બરોબર પણ મેલ કે ફીમેલ?”
“તને શું લાગે છે?” મૂછ ઉપર હાથ ફેરવતા ફેરવતા મેં કહ્યું.
“મેલ. પણ અમારે ઘરાકને બધ્ધું પૂસવું પડે … Continue reading

Advertisements
Posted in कहत बधिरा... | Leave a comment

અમે આધાર કાર્ડ કઢાવ્યું – ૧

છેલ્લે અમે ચૂંટણી કાર્ડ કઢાવ્યું એમાં બહેરી પ્રિયાનો જે ફોટો આવ્યો છે એની ઉપર અમે ક્રીસ ગેઈલનો ઓટોગ્રાફ લેવાના છીએ અને એ ખુશી ખુશી આપશે પણ ખરો. કદાચ ગેઈલ એના કોઈ ફોટામાં આટલો ખુબસુરત અને હસીન નથી લાગતો! Continue reading

Posted in कहत बधिरा... | Leave a comment

વડના વાંદરાંને અમસ્તા ડીસ્ટર્બ ના કરવા

રોટલીની આશાએ વાંદરું નીચે ઉતરી આવે એમાં કોઈ મેડલો આલવાના ન હોય. વાંદરું એક અબુધ પ્રાણી છે, એને શું ખબર પડે? તમે એની સાથેના તમારા અંગત સંબંધ, લાગવગ કે પછી ધાક-ધમકીથી એને નીચે ઉતરવા મજબુર કરી શકો તો એની સમાજમાં નોંધ લેવાય. Continue reading

Posted in कहत बधिरा... | 2 ટિપ્પણીઓ

તમે ભૂતમાં માનો છો?

મારો એક મિત્ર કહેતો કે લગ્ન પછી એનો ભૂત, પિશાચ, ચુડેલ વગેરેનો ડર જતો રહ્યો છે. જોકે પછી તો એના છુટા છેડા થઇ ગયા અને હાલ એ ક્યાં છે એની મને ખબર નથી, પણ એ મળે ત્યારે એને પૂછવું છે … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , | 2 ટિપ્પણીઓ

વર ઘોડો અને વહુ જોકી

બહેરી પ્રિયા જ મારી માર્ગ દર્શક છે. એ મને જે રસ્તો બતાવે એ રસ્તે હું ચાલી નીકળું છું. એ દરરોજ જુદો રસ્તો બતાવે તો એ દરેક રસ્તે રસ્તે હું જઈ આવું છું. એમ કહોને કે એના બોલ ઉપર દોડધામ કરી મુકુ છું! Continue reading

Posted in कहत बधिरा... | Leave a comment

બેસણા आजकल

મોટાભાગના લોકો મંકોડા જેટલું ‘RIP’ કે ‘ઓમ શાંતિ’ લખીને સંતોષ માનતા હોય છે. સ્ટેટસ મુકનાર વ્યક્તિ નારી જાતિની અને દેખાવડી હોય તો સ્ટેટસ નીચે શોકાતુરોની ભીડ જામતી હોય છે. એમાંના અમુક તો પ્રત્યક્ષ સગાંથી પણ વધુ ભાવુક થઇ જતા હોય છે. Continue reading

Posted in कहत बधिरा... | Leave a comment

આવી નોટો પાછી ખેંચવા જેવી હતી!

આપણા દેશમાં એવા અગણિત લોકો છે જેમને છેક રાત્રે ખબર પડે છે કે એ આખો દિવસ નવરા હતા! કમનસીબે આપણે ત્યાં આવા લોકોની સંખ્યા ઘણી મોટી છે. એમાંના અઠંગ નવરા તો તમને ફેસબુક અને વોટ્સેપ પર ચાલતા ગ્રુપમાં જોવા મળી … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , | Leave a comment

હું લખતો થયો …

અમને ગુજરાતી ભણાવતા જોશી સર તો મારી નિબંધની નોટબુક હાથમાં આવે ત્યારે એમાંથી ચૂંટેલો નિબંધ વાંચીને આખા ક્લાસને હસાવતા. એકવાર નોટ તપાસતા તપાસતા મને ઉભા થવાનો ઇશારો કર્યો અને પછી કહે “અલ્યા બાંગડુ, આ ગાંધી બાપુ ઉપરના નિબંધમાં બજાજ સ્કૂટરને કીકો મારવાની વાત ક્યાંથી આવી?” Continue reading

Posted in कहत बधिरा... | 4 ટિપ્પણીઓ

ગરથની ગતિ ન્યારી

રૂપિયા, પૈસા, ધન, નાણું, નગદ નારાયણ, રોકડા વગેરે આપણે ત્યાં લક્ષ્મી તરીકે ઓળખાય છે અને લક્ષ્મી પવિત્ર ગણાય છે. આવતી લક્ષ્મી સૌને ગમે છે. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે ફેસિયલ કરાવવા જનાર અભાગીયો ગણાય છે. પૂ. મોરારી બાપુએ એક જગ્યાએ … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , | Leave a comment

ફિદા થાવ, પણ માપમાં

હિન્દી ફિલ્મના ગીતોમાં અમુક ગીતો એવા બન્યા છે જે સાંભળનારને વિચારતા કરી મુકે. થોડા દિવસ પહેલા કારના એફએમ રેડિયો પર એક ગીત સાંભળ્યું જેના શબ્દો હતા ‘તુમ્હારી અદાઓ પે મૈ વારી વારી …’! ગીત પણ કોઈ પુરુષને ઉદ્દેશીને જ લખાયું … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , | 2 ટિપ્પણીઓ