જો જીતા વોહી સિકંદર


Jo Jeeta Wohi Sikandar

આ લેખ તથા અન્ય માહિતીપ્રદ લેખો ફીલિંગ્ઝ ગુજરાતી ઓનલાઈન મેગેઝીનમાં વાંચવા માટે ઉપરની ઈમેજ પર ક્લિક કરો …

       કેટલાક દિવસથી સોશિયલ મીડિયા ‘જમરૂખ’ ઉર્ફે ‘હકલે બલમ’ ઉર્ફે શાહરુખ ખાનના મામલે બે ભાગમાં વહેચાઈ ગયું છે. એક જૂથ ત્રણ દિવસમાં સો કરોડનો રેકોર્ડ બ્રેકિંગ વકરો કરાવનારી ‘ચેન્નઈ એક્સપ્રેસ’ને બેસ્ટ ફિલ્મની કક્ષામાં મુકે છે. એમનું કહેવું છે કે સો કરોડ કંઈ નાની રકમ નથી. એટલે ‘જો જીતા વોહી સિકંદર’! જ્યારે બીજું જૂથ આ ફિલ્મને ‘બોક્વાસ’ ફિલ્મ ગણાવે છે. આ બાબતે અમારું કહેવું એટલું જ છે કે ઘણાને દાઢી કરાવતી વખતે પેલો મોઢા પર ફુવારો મારે એમાં એટલી મઝા પડતી હોય છે કે વાત ન પૂછો. જયારે એટલી મઝા એમને શાસ્ત્રીય સંગીત કે ભરતનાટ્યમમાં નથી આવતી. પણ એ એમની આગવી મોજ છે અને એને આપણે મોળી પાડી શકતા નથી. પણ આ જો જીતા વોહી સિકંદરવાળી વાતમાં અમને જરા ચોખવટ કરવી જરૂરી લાગે છે કારણ કે, પછી ઢગલા બાજી અને સાતોડીયામાં જીતનારા પણ સિકંદર બનીને ફરવા મંડશે તો પછી એ સિકંદરોને કંટ્રોલ કોણ કરશે?

          મને લાગે છે કે આવા સિકંદરોનું RTO પાસિંગ ફરજીયાત હોવું જોઈએ જેથી સમાજને સારી ક્વોલીટીના સિકંદર મળી રહે. જરા વિચારો કે કંટ્રોલ ન હોય તો કેવી રમુજ થાય? એક સિકંદર લારી લઈને તમારે ત્યાં શાક વેચવા આવતો હોય, બીજો રીક્ષા ચલાવતો હોય, તમે ‘ઓય સિકંદર, ત્રણ અડધી લાવજે’ કહીને ઓર્ડર આપતા હોવ અને તમારે ત્યાં વાસણ-કપડા કરવા પણ સિકંદર જ આવતો હોય! કેવું લાગે? બે-ત્રણ સિકંદરો તો મેં પોતે જોયા છે. એમાં એક ખારી સીંગવાળો છે, એક પતંગ માટેનો માંજો ઘસનારો છે અને મારી બાઈકના મિકેનિકનું નામ પણ સિકંદર જ છે!

          આ સિવાય જે સિકંદર મારી જિંદગીમાં આવ્યો એણે મારી સૌથી વધુ પત્તર ખાંડી હતી કારણ કે ઇતિહાસમાં એના વિષે ૬ માર્કનો પ્રશ્ન પૂછાતો કે સિકંદર એના સૈન્ય સાથે ભારતની પશ્ચિમ સરહદેથી પાછો કેમ વળી ગયો હતો?’ અમને થતું કે અલા ભઈ છોડોને પંચાત. રસ્તામાં ભૂવો-બુવો પડ્યો હશે કે અન્ડર-પાસમાં પાણી ભરાયા હશે. થોડો ફરીને ગયો હોત તો એના બાપનું શું જવાનું હતું? અમે પણ પરિમલ અન્ડર-પાસમાં પાણી ભરાયું હોય તો વાયા શારદા મંદિર ક્રોસિંગ જઈએ જ છીએ ને? પણ આપણા અને સિકંદરમાં આટલો ફેર. નક્કી એ ખાં સહેબીમાં જ રહી ગયો હશે.

          પણ કહે છે કે ઇતિહાસવાળા સિકંદરને તો એના પપ્પાએ ‘તું તો મોટા સામ્રાજ્યનો સ્વામી થવા સર્જાયો છે’ એવું કહીને હવા ભરેલી અને એને લીધે એ મોટો સમ્રાટ બની ગયો. ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’માં આના પરથી પ્રેરીત એક સીન પણ હતો, જેમાં કબ્રસ્તાનવાસી ફકીર એક ફટેહાલ છોકરાને ઉપદેશ આપે છે કે સુખ કો ઠોકર માર, ગમકો ગલે લગા. પોંછ લે આંસુ, દુઃખ કો અપના લે… અરે તકદીર તેરે કદમો મે હોગી ઔર તું મુકદ્દર કા બાદશાહ બનેગા. હસ બેટા હસ …‘. અને પછી ફકીરના કહ્યાથી છોકરો (‘ઉલ્ટા ચશ્મા..’ની ભાષામાં કહું તો) એવો ‘ઠહાકો’ મારે છે કે સીધો પચ્ચીસ વર્ષનો જવાન! ચડ્ડીને બદલે પેન્ટ અને ઉપર લેધર જેકેટ પહેરીને બાઈક પર ફરતો થઇ જાય છે. આજે પણ ઘણા ફકીરો આપણને સિકંદર બનાવવા માટે આપણો સંપર્ક કરતા હોય છે પણ એમને  બાબા છુટ્ટા નથી, આગળ જાવકહીને આપણે સિકંદર બનવાની તક ગુમાવીએ છીએ.

          આ તો વખતે કામ આવે એ માટે સિકંદર બનાવવાની એક-બે રેસીપી બતાવી. બાકી તમે સિકંદર ઘેર બનાવો કે ક્લાસ ભરાવીને તૈયાર કરો, એમાં અમુક મસાલા હોવા જરૂરી છે. જેમ કે મુકદ્દરવાળો સિકંદર એકદમ ‘ભોય ભેગો’ એટલે કે ડાઉન-ટુ-અર્થ હતો. એની પાસે ગાડી હોવા છતાં બાઈક ઉપર ફરતો અને જાજરમાન ઝોહરા બાઈ (રેખા)ને પડતી મુકીને બેકાર વકીલની પીપડા જેવી પોયરી (રાખી)ને પ્રેમ કરતો હતો. જયારે આજના સિકંદરને દીપિકાને છોડીને સોનાક્ષીના પ્રેમમાં પડવાનું કહો તો પડે? પેલો સિકંદર દુશ્મનોને એમના અડ્ડામાં જઈને મારી આવતો હતો જ્યારે આપણા સિકંદર તો હોમગાર્ડ તરીકે પણ ના ચાલે!

અમસ્તી ગમ્મત કરું છું. બાકી એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે,
​न अभिषेको न संस्कार: सिंहस्य क्रियते वने।

विक्रमार्जित सत्वस्य स्वयमेव मॄगेंद्रता॥
અર્થાત, નથી કોઈ એનો રાજ્યાભિષેક કરતું કે નથી કોઈ એને તાલીમ આપતું. સિંહ સ્વપરાક્રમથી આપબળે જ વનના રાજા તરીકે પ્રસ્થાપિત થાય છે.
અસ્તુ.

सुनभाईसाधो
ઘણા લોકો ફૂટપટ્ટીથી ઉંટ દોરવાની કોશિશ કરતા હોય છે!

3717

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , , , , . Bookmark the permalink.

5 Responses to જો જીતા વોહી સિકંદર

 1. Ketan કહે છે:

  hahahahaha Sikandar banavani recipe I love your sense of humor. Nice article. Thanks for sharing.

  Like

 2. Ketan કહે છે:

  hahahahhaha draw the camel with scale. hahahahha superb buddy.

  Like

 3. Envy કહે છે:

  “….ઘણાને દાઢી કરાવતી વખતે પેલો મોઢા પર ફુવારો મારે એમાં એટલી મઝા પડતી હોય છે કે વાત ન પૂછો. જયારે એટલી મઝા એમને શાસ્ત્રીય સંગીત કે ભરતનાટ્યમમાં નથી આવતી. પણ એ એમની આગવી મોજ છે…..”

  વાહ બધીરભાઈ મસ્ત લેખ છે ને પેલી ઊંટવાડી વાત પણ અધભુત 🙂

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s